Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

ગુજરાત કેડરના IAS અરવિંદ શર્માની વૈચ્છિક નિવૃત્તિ: પીએમ મોદીની નિકટના મનાતા 1988 બેચના IAS છે શર્મા કેન્દ્ર સરકારમાં સેક્રેટરી તરીકે બજાવતા હતા

ગુજરાત સીએમઓમાં પણ શર્માએ બજાવી છે ફરજ : આજે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી

ગુજરાત કેડરના ૧૯૮૮ની બેચના આઇએએસ ઓફિસર અને કેન્દ્રીય સચિવ(MSME) અરવિંદ કુમાર શર્મા (એ. કે શર્મા)એ સ્વૈચ્છિક નિવૃત્તિ (વિઆરએસ) લીધાનું જાણવા મળે છે. તેઓ મોદી સરકારની ખૂબ જ નજીકના અને વિશ્વાસુ ઓફિસર ગણાતા હતા તેમનું સ્વૈચ્છિક રાજીનામું સ્વીકારી લેવાનું છે આમ કેન્દ્રમાં વધુ એ સેક્રેટરી કક્ષાની પોસ્ટ ખાલી પડી છે.

(11:03 pm IST)