Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

કોરવી ગામમાં ઝાડ નીચે જુગાર રમતા 5 જુગારીઓને રોકડા રૂ.3800 સાથે ઝડપી પાડતી ડેડીયાપાડા પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના કોરવી ગામના નિશાળ ફળિયામાં ઝાડ નીચે હાર જીતનો જુગાર રમતા પાંચ જુગરિયાઓ પૈકી (૧) અર્જુન હરમુખભાઇ વસાવા (૨) ગણપત ગુલાબસિંગભાઈ વસાવા (૩)સુરેશ સુરજીભાઇ વસાવા (૪)ચંપક કાથુભાઇ તડવી (૫)જવણ લાલસિંગભાઇ વસાવા તમામ (રહે- કોરવી) ને રોકડા રૂ.3800 સાથે ડેડીયાપાડા પોલીસે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી છે.

(11:34 pm IST)