Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

કોરોના એક મિનિટમાં ૫ લોકોને બનાવે છે શિકાર

કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે : ગુજરાતમાં કોરોના વાયરસના નોંધાયેલા કેસમાંથી એકલા અમદાવાદમાં સૌથી વધુ કેસ, રાજ્યનું એપી સેન્ટર અમદાવાદ

ગાંધીનગર,તા.૧૦ : ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ભયાનક હોય તે પ્રકારે રોજેરોજ આંક પોતાનો જ બનાવેલો રેકોર્ડ તોડી રહ્યા છે. ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક ૬૨૭૫ કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતા કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. તો બીજી તરફ માત્ર ૧૨૬૩ લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૮,૨૪,૧૬૩ દર્દીઓ કોરોનાને મહાત્મ આપી ચુક્યા છે. જો કે રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો. આજના દિવસમાં કુલ ૯૩,૪૬૭ વ્યક્તિઓને રસીના ડોઝ આપવામાં આવી ચુક્યાં છે. ગુજરાતમાં ૮ મહિના બાદ કોરોનાના કેસ ૬ હજારને પાર ચૂક્યા છે.

૨૪ કલાકમાં ગુજરાતમાં ૬ હજાર ૨૭૫ કેસ નોંધાયા છે. ત્યારે એક મોટી હકીકત સામે આવી છે. રાજ્યમાં દર મિનિટે ૫ લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા હોવાની વાત સામે આવી છે. ગુજરાતમાં કોરોના વાયરસના નોંધાયેલા કેસમાંથી એકલા અમદાવાદમાં જ સૌથી વધુ કેસ છે. એટલે કહી શકાય કે રાજ્યનું એપી સેન્ટર અમદાવાદ છે. સુરતમાં ૧૮૭૯ અને વડોદરામાં ૩૯૮ નવા કેસ નોંધાયા છે. ગુજરાતના તમામ જિલ્લામાં હવે ફરી એકવખત કોરોનાના કેસ નોંધાયા છે. અમદાવાદમાં છેલ્લા ૩ દિવસમાં ૭૩૯૭ કોરોનાના કેસ નોંધાયા છે. શહેરમાં મોટી સંખ્યામાં કોરોનાના કેસો આવવા છતાં હોસ્પિટલાઈઝેશનની સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં હોવાની વાત સામે આવી છે.

અંદાજે ૨૦૦ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. સુરતમાં કોરોનાના નવા ૧૭૯૬ કેસ નોંધાયા છે, જેમાં ૭૦ વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત હોનાનું જાણવા મળે છે. ACP અભિજીત સિંહને પણ કોરોના થયો છે. જ્યારે ૪૫૩ વિસ્તાર માઈક્રો કન્ટેઈન્મેન્ટમાં મુકાયા છે. રાજ્યમાં કોરોનાથી એક્ટિવ કેસની સંખ્યા ૬૦૦૦ને પાર પહોંચી ચૂકી છે. નોંધનીય છે કે અમદાવાદ શહેરમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં વધારો થયો છે. શહેરમાં ૧૫ નવા વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટ તરીકે જાહેર કરાયા છે. હાલ કુલ વિસ્તારોની સંખ્યા ૧૭૨ થઈ છે. તમને જણાવી દઈએ કે શહેરમાં મોટો કોરોના વિસ્ફોટ યથાવત છે. બીજી તરફ માઈક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તારમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. શહેરમાં માઈક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તારની યાદી ૧૫૦ને પાર પહોંચી છે. છદ્બષ્ઠ દ્વારા રવિવારે નવા ૧૫ વિસ્તાર માઈક્રો કન્ટાઇનમેન્ટ તરીકે જાહેર કરાયા છે. જ્યારે અગાઉના ૧૪ વિસ્તાર રદ્દ કરાયા છે. આ સાથે શહેરમાં માઈક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તારની કુલ સંખ્યા ૧૭૨ થઈ છે.

(9:19 pm IST)