Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

નર્મદા જિલ્લામાં સોમવારે ૧૭ કોરોના પોઝિટિવ કેસ આવતા તંત્ર ચિંતિત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા  : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં સોમવારે ૧૭ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળા શહેરમાં ૧,નાંદોદ તાલુકામાં ૦૨, ગરુડેશ્વર તાલુકામાં ૦૪, દેડીયાપાડા તાલુકામાં ૦૮, સાગબારા તાલુકામાં ૦૨ કેસ સાથે જિલ્લામાં આજે કુલ ૧૭ પોજેટિવ કેસ નોંધાયા છે.

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં કોઈ દર્દી સારવાર હેઠળ ૦૧ દર્દી દાખલ છે,કોવિડ કેર સેન્ટર માં એક પણ દર્દી દાખલ નથી, જ્યારે હોમ આઇસોલેશનમાં ૧૬ દર્દી દાખલ છે. આજે વધુ ૧૧૫૯ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(10:48 pm IST)