Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

નિકોલી ગામમા મૃતકની વર્ષીના ભજનમાં ગયેલા શખ્સને ચપ્પુ મારી ઇજા કરતા 2 વિરુદ્ધ ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નિકોલી ગામમાં મૃતકની વર્ષિની વિધિમાં રાખેલા ભજનમાં આવેલા એક શખ્સને રસ્તામાં રોકી ચપ્પુ મારી ઇજા કરનાર બે શખ્સો વિરૂદ્ધ ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ તારીખ 9 જાન્યુઆરીએ રાતે નવેક વાગે બનેલા બનાવ બાબતે ભુપતભાઇ ભકિતભાઇ વસાવા( રહે. નવાપરા ( નિકોલી ) તા.નાંદોદ)ની ફરિયાદ અનુસાર તેઓ ગામમા સંબંધીની વર્ષીમાં ભજનમાં ગયા હતા જ્યાં લાઈટ જતા પોતે રીપેરીંગ જાણતા હોવાથી લાઈટ રિપેર કરવા ડીપી પર જતાં ગામનાં નરેંદ્રભાઇ હરનિશભાઇ વસાવા તથા દિને શભાઇ માનસિંગભાઇ વસાવા ત્યાં આવી કહેવા લાગેલ કે અમારી જયેશભાઇ સાથે બનતી નથી તો તે લાઇટ રીપેર માટે કેમ ગયેલ હતો આ બંને ઉશકેરાઇ ગયેલ અને નરેન્દ્રનાં હાથમાં ચપ્પુ હતો જે ચપ્પુથી મારી દેતા ચપ્પુ મારી હથેળીના પાછળના ભાગે વાગી ગયેલ તેમજ દિનેશભાઈ એ ઢીકા પાટુનો માર મારતા ઇજા થઇ હોય રાજપીપળા સિવિલમાં સારવાર માટે લઇ ગયા હતા આમલેથા પોલીસે આ બાબતે બે વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:50 pm IST)