Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

બસનું રીપેરીંગ કામ કરતી વેળાએ અચાનક જેક છટક્યો : ડ્રાઈવરનું દબાઈ જતા ઘટના સ્થળે મોત

બસના રીપેરીંગ કામ માટે ચાલક અને ક્લીનરે બસની નીચે જેક ત્રણ જેક ચઢાવ્યા હતા અને કામગીરી કરી રહ્યા હતા.: મધ્યપ્રદેશથી બસને ગુજરાત લાવનાર ચાલકનું કરૂણમોત : કલીનરને ઇજા

દાહોદના ગરબાડા તાલુકાના મીનાક્યાર ખાતે ચાલક અને ક્લીનર બસના રીપેરીંગ કામ ) માટે જેક ચઢાવી ને કામગીરી કરી રહ્યા હતા.અને અચાનક જ ત્રણ જેક પૈકીનો એક જેક છટકી જતા ચાલક બસ નીચે દબાઈ જતા ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું.

મધ્યપ્રદેશ પરિવહનની બસ મધ્યપ્રદેશથી ગુજરાત તરફ આવી રહી તે દરમિયાન ગરબાડા તાલુકાના મીનાક્યાર બોર્ડર નજીક બસની કબાની તૂટી જતા બસ ત્યાંજ રોકાઈ ગઈ હતી અને બસના રીપેરીંગ કામ માટે ચાલક અને ક્લીનરે બસની નીચે જેક ત્રણ જેક ચઢાવ્યા હતા અને કામગીરી કરી રહ્યા હતા.

દરમિયાન અચાનક ત્રણ પૈકીનો એક જેક બસ સાથેથી છટકી જતા બસ નીચે પડી હતી અને નીચે રહેલો ચાલક બસની નીચે દબાઈ જતા ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે ક્લીનર ને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર હેઠળ દાહોદ ખસેડવામાં આવ્યો હતો.

બનાવ ને પગલે ગરબાડા પોલીસ અને આસપાસના રહીશો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જેસીબીની મદદ થી બસને ઉંચી કરી મૃતદેહ બહાર કાઢી મૃતદેહને પોર્સ્ટમોર્ટમ અર્થે મોકલી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.

મધ્યપ્રદેશથી ગુજરાત વચ્ચે બસનું પરિવહન કરતા ચાલકને કદાચ સપનેય ખ્યાલ નહીં હોય કે તે જીવતો પરત પોતાના વતન પાછો આવશે નહીં. ઘટનાની જાણ ચાલકના પરિવારજનોને થતા શોકાતુર પરિવાર ના સભ્યો ગરબાડા દોડી આવ્યા હતા અને વાતાવરણ આક્રંદથી ગુંજી ઉઠ્યું હતું.

(12:10 am IST)