Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

વિદેશી દારૂ લઇ જતાં ગઠિયાને પોલીસ પીછો કરવાનો આભાસ થતાં નંબર વગરની એક્ટીવા મૂકીને નાશી ગયો

એક્ટીવામાં થી ભારતીય બનાવટી વિદેશી દારૂના પ્લાસ્ટિક કવાટરીયા નંગ 96 મળ્યા : હોન્ડા એક્ટિવા સહીત 64880 રૂપિયાનો પ્રોહીનો મુદામાલ જપ્ત

પંચમહાલ: શહેરા તાલુકાનાં વાઘજીપુર ભેસાલ રોડ, મંગલીયાણા ગોપી ફળિયા પાસે એકટીવા સાથે વિદેશી દારૂ અને બિયર ટીન શહેરા પોલીસે ઝડપી પાડયા છે. શહેરા વાઘજી પુર ભેસાલ રોડ, મંગલીયાણા, ગોપી ફળીયા પાસે એક્ટીવામાં વિદેશી દારૂ લઇ જતાં ગઠિયાને પોલીસ પીછો કરવાનો આભાસ થતાં નંબર વગરની એક્ટીવારસ્તાની બાજુ માં મૂકી તુવેરનાં ઉભા પાકમાં નાસી ગયો હતો.

પંચમહાલ જિલ્લાના શહેરા પોલીસ ઇન્સ્પેક્ટર એન. આર. ચૌધરી શહેરા પોલીસ સ્ટેશનને ખાનગી રીતે બાતમી મળી હતી કે વાદળી કલરની નંબર વગરની એક્ટીવા મોપેડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઇ વાઘજીપુર પાદરડી ચોકડી થઈ ભેસાલ કટીંગ કરવાનાં હોય તેવી બાતમી મળતા પોલીસે વાઘજીપુર રોડ ઉપર મંગલીયાણા ગોપી પાસે નાકાબંધી કરી હતી.

જેથી બાતમી વાળી જગ્યાએ એકટીવા મોપેડ ગાડી આવી હતી જે ચાલકને ઉભી રાખવા ઈશારો કરતા એક્ટીવા ચાલકે એકટીવા ઊભી રાખી નહીં અને એકટીવા લઈ પુરપાટ ઝડપે ભાગી ગયો હતો. જેથી પોલીસે એકટીવાનો પીછો કર્યો હતો જેથી એક્ટીવા ચાલકે એકટીવાને રોડની બાજુમાં ઉભી રાખી અંધારાનો લાભ લઇ તુવેરના ઉભા પાકમાં ભાગી જવામાં સફળ રહયો હતો.

જેમાં એકટીવા ગાડીમાં તપાસ કરતાં એક્ટીવામાં થી ભારતીય બનાવટી વિદેશી દારૂના પ્લાસ્ટિક કવાટરીયા નંગ 96 જેની કિંમત રૂપિયા 12480 તથા બિયર ટીન નંગ 24 જેની કિંમત રૂપિયા 2400 થાય છે તે એક્ટીવામાં ભરેલી મળી આવતા હોન્ડા એક્ટિવા જેની કુલ કિંમત રૂપિયા 50,000 થાય છે. એમ કુુલ મળીને 64880 રૂપિયાનો પ્રોહીનો મુદ્દામાલ જપ્ત કરીનેે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

(12:47 am IST)