Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

સુરત શહેરમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો :આજે નવા 1796 કેસ નોંધાયા:

જહાંગીરપુરા વિસ્તારની સોસાયટીમાં 16 કેસ નોંધાતા તે ક્લસ્ટર જાહેર કરાયો

સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનમાં જહાંગીરપુરાના વરિયાવ વિસ્તારમાં આવેલી વ્હાઇટ સ્ટોન સોસાયટીમાં એક સાથે 11 કેસ નોંધાયા છે. આ ઉપરાંત જહાંગીરપુરા વિસ્તારમાં શિલ્પ બિલ્ડિંગમાં પાંચ કેસ નોંધાતા પાલિકાએ આ વિસ્તારને ક્લસ્ટર જાહેર કરીને અવર-જવર બંધ કરી છે.
પાલિકાના કતારગામ ઝોનમાં આવેલા વસ્તાદેવડી વિસ્તારના ટીચા ડાયમંડમાં એકસાથે 24 કર્મચારીઓ પોઝિટિવ આવતા પાલિકાએ સંસ્થા બંધ કરાવી છે. આ ઉપરાંત અઠવા ઝોનમાં ઘોડદોડ રોડ વિસ્તારના ડી ખુશાલદાસ જ્વેલર્સ માં 6 કર્મચારી પોઝિટિવ આવતા તે સંસ્થા પણ બંધ કરાવી છે.

(8:14 pm IST)