Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

રાજ્યમાં 24 કલાકમાં ઓમિક્રોનના 28 કેસ નોંધાયા

વડોદરામા 9, ગાંધીનગરમાં 6, અમદાવાદમાં 5 કેસ,આણંદમાં 4, કચ્છ અને રાજકોટમાં 2 કેસ

અમદાવાદ : રાજયમાં કોરોનાના વધતા કહેર વચ્ચે ઓમીક્રોનના કેસ પણ વધતા હતા જોકે છેલ્લા બે દિવસમાં રાહત હતી ત્યારે આજે ફરી નવા 28 કેસ નોંધાયા છે રાજ્યમાં 24 કલાકમાં ઓમિક્રોનના 28 કેસ નોંધાયા છે જેમાં  વડોદરામા 9, ગાંધીનગરમાં 6, અમદાવાદમાં 5 કેસ,આણંદમાં 4, કચ્છ અને રાજકોટમાં 2 કેસ નોંધાયા છે

(8:27 pm IST)