Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

રાજપીપળામાં ભૂગર્ભ ગટરની કામગીરીમાં વાયર તૂટ્યા બાદ વીજ કંપનીની ટીમે આખી રાત કામ કરતા સ્થાનિકોને રાહત મળી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં ભૂગર્ભ ગટરની કામગીરી આડેધડ થતી હોવાથી પાણીના કનેકસન વીજ વાયર તૂટવાની ઘટના બને છે જેમાં રવિવારે સાંજે દરબાર રોડ પર જેસીબી દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી ચાલતી હતી ત્યારે વીજ કંપનીનો અન્ડરગ્રાઉન્ડ કેબલ તૂટતા ઘણા વિસ્તારોમાં વીજળી બંધ થઈ જતા વીજ કંપનીના ડેપ્યુટી ઈજનેર ડી.એ. ટંડેલ સહિતના સ્ટાફે લોકોની તકલીફને ધ્યાને રાખી મોડી રાત સુધી આ જગ્યાએ કામગીરી કરતા સોમવારે વહેલી સવારે લગભગ 3 વાગ્યા સુધી ખડેપગે રહી લાઈનની.મરામત કરી પુનઃ લાઈટ ચાલુ કરી સ્થાનિકો ને રાહત મળી હતી.

આમ વીજ કંપનીના અધિકારી અને કર્મચારીઓની કડી મહેનત અને કાતિલ ઠંડીમાં મોડી રાત સુધી કામગીરી કરી સ્થાનિકોની તકલીફ માં સહકાર આપતા વીજ કંપનીની ટીમની કામગીરીને બિરદાવી હતી.

(10:57 pm IST)