Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

કોરોનાના ૧૪૬ દર્દીઓ, ઝાલાવાડ-ઝાલરાપાટન ક્ષેત્ર રેડ ઝોન જાહેર

અમદાવાદઃ કોવિડના નવા વેરિએન્‍ટથી સંક્રમણના સતત વધતા કેસના નિવારણ અને બચાવ માટે ગળહ વિભાગ તરફથી સંબંધિત આંકડા તથા શહેરી ક્ષેત્રમાં વોર્ડ અને ગ્રામીણ ક્ષેત્રમાં પંચાયતના આધાર પર ગ્રીન, યેલો તથા રેડ ઝોન નિર્ધારિત કરવામાં આવ્‍યા છે. શહેરી ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારના તથા રાજનૈતિક, સામાજિક ધાર્મિક, શૈક્ષણિક રેલી, જુલુસ, ધરણા-પ્રદર્શન વગેરેના આયોજનોમાં ૫૦થી વધુ વ્‍યક્‍તિઓના સંમિલિત થવા પર પ્રતિબંધ છે. કોરોના ગાઈડ લાઈન અનુસાર, એક લાખની જનસંખ્‍યા પર ૧૦૦થી વધુ એક્‍ટિવ કેસ હોવા પર શહેરને રેડ ઝોનમાં માનવામાં આવશે. જીલ્લા મેજીસ્‍ટ્રેડ હરિ મોહન મીનાએ જણાવ્‍યું કે, સોમવાર ૧૦ જાન્‍યુઆરી સુધી નગર પરિષદ ઝાલાવાડમાં ૧૨૭ અને નગર પાલિકા ક્ષેત્ર ઝાલકાપાટનમાં ૨૪ કુલ ૧૫૧ કોરોનાના એક્‍ટિવ કેસ છે. મેડિકલ કોલેદના સેંપલોમાં ૧૦ ટકાથી વધુ પોઝિટિવ કેસ આવી રહ્યા છે. ઉક્‍ત સ્‍થિતિને દૃષ્ટિગત રાખતા નગર પરિષદ ઝાલાવાડ અને નગરપાલિકા ક્ષેત્ર ઝાલરાપાટનમાં વિશેષ પ્રબંધનો નિર્દેશ આપ્‍યો છે.
કડક પ્રતિબંધ લગાવવાની તૈયારી
જિલ્લા કલેક્‍ટરે કહ્યું કે, ઝાલાવાડ જિલ્લામાં ૧૦૦થી વધુ કોરોનાના એક્‍ટિવ કેસ હોવાને કારણે રેડ ઝોનમાં કડક પ્રતિબંધ લગાવવા માટે રાજ્‍ય સરકાર દ્વારા સ્‍થાનિક સ્‍તર પર જીલ્લા મેજિસ્‍ટ્રેટને અધિકળત કર્યા છે. કેસ વધવા પર આગામી દિવસોમાં જનતા અને પ્રતિબંધ રવિવાર ઉપરાંત અન્‍ય દિવસે જન અનુશાસન કફર્યૂ પણ લગાવવામાં આવી શકે છે.

 

(2:54 pm IST)