Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

માસ્ક નહીં પહેરતા લોકો સામે પોલીસ કર્મચારીઅો માનવીય વ્યવહાર દાખવેઃ ખોટી કનડગત કરાશે તો આકરા પગલાઃ હર્ષ સંઘવીની ચેતવણી

માસ્ક વગર નીકળતા લોકો વિરૂદ્ધ પોલીસ ‘ધોકા પછાડતી’ હોવાની ફરિયાદો મળ્યા બાદ ગૃહમંત્રી આકરા પાણીઅ

રાજકોટ તા. ૧૧ : ગુજરતના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઇ સંઘવીઍ અકિલાને આજે બપોરે જણાવ્યુ હતું કે, પોલીસ કોન્સ્ટેબલ સહિતના પોલીસોને મારી સ્પષ્ટ સૂચના છે કે, કાયદાનું પાલન કરાવે પરંતુ માસ્ક નહીં પહેરવા માટે ખરાબ વર્તન કોઇપણ સંજાગોમાં થવુ ન જાઇઍ. આવી ફરિયાદ મારી પાસે આવી છે, અને જા કોઇપણ પોલીસ કર્મચારી આવુ ખરાબ વર્તન કરતા માલુમ પડશે તેની સામે સસ્પેન્શન સહિતના આકરા પગલાઅો લેતા અચકાશુ નહીં.
તેમણે કહ્ના છે કે, માસ્ક નહીં પહેરવાના દંડ વસુલવા સહિતના કાયદાઅોનું પાલન કરાવવું ચોક્કસ જરૂરી છે, પાલન જરૂર કરાવો. પરંતુ અમાનવીય વ્યવહાર ન થવો જાઇઍ. માસ્ક નહીં પહેરનારાઅો સાથે કોઇ જ ખરાબ વર્તન થવુ ન જાઇઍ, ખરાબ રીતે વાત ન કરવી જાઇઍ કે દંડા મારવા જાઇઍ નહીં, ખરાબ વ્યવહાર કરવો નહીં, અમારી પાસે સંખ્યાબંધ આવા બનાવોની ફરિયાદ આવી છે, હવે પછી આવી કોઇપણ ગેરવર્તણુંક ચલાવી લેવાશેનહીં. હર્ષભાઇઍ ખૂબ જ આકરા પગલા લેવાની સ્પષ્ટ વાત કહી છે.

 

(3:18 pm IST)