Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

કોરોનાનો કહેર વધતા જીટીયુની પરીક્ષા મોકૂફ

૨૦મી જાન્યુ.થી શરૂ થતી ૬૦ હજાર છાત્રોની પરીક્ષા વિદ્યાર્થીના હિતમાં મોકૂફ રાખતા કુલપતિ નવીનભાઈ શેઠ

રાજકોટ, તા. ૧૧ : ગુજરાત સહિત તમામ દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાની સ્થિતિમાં દિન પ્રતિદિન વધારો થતા ગુજરાતની ટોચ યુનિવર્સિટી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ રાખવાની ફરજ પડી છે.

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની ડિગ્રી - ડીપ્લોમા એન્જીનિયરીંગ કોર્ષની પરીક્ષા ૨૦ જાન્યુઆરીથી શરૂ થવાની હતી. પરંતુ ગુજરાતના મહાનગરોમાં કોરોનાનું સંક્રમણ વધતા પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત જીટીયુના કુલપતિ પ્રો.નવીનભાઈ શેઠે કરી છે.

કુલપતિ પ્રો.નવીનભાઈ શેઠે પરીક્ષા રદ્દ થવાની જાહેરાત થતાની સાથે જ જણાવ્યુ છે કે તા. ૨૦ જાન્યુઆરીથી શરૂ થતી પરીક્ષા હાલ મોકૂફ રાખી છે. હવે નવી તારીખ ૧૪ દિવસ અગાઉ જાહેર થશે.

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાતથી વિદ્યાર્થી વાલી વર્ગમાં રાહતની લાગણી છવાઈ છે.

(3:46 pm IST)