Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

સુરત પનામા દરિયાના કાંઠાની મજા માણવા ગયેલ એક જ પરિવારના 3 લોકો ડુબી જતા મૃત્‍યુ

પલસાણા તાલુકાના ડાભા ગામના આહિર પરિવાર વિકએન્‍ડની રજા માણવા દરિયા કાંઠે ગયેલ ત્‍યારે આ દુઃખદ ઘટના બની

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ડાભા ગામના ત્રણ વ્યક્તિ પનામાં દરિયામાં ડૂબી ગયા હતા. મળતી માહિતી અનુસાર આહીર પરિવાર પનામાં પાછલા 10 વર્ષથી રહી રહ્યું છે. વિકેન્ડ હોવાના કારણે પરિવાર દરિયા કાંઠાની મજા માણવા ગયા હતા. જોકે, તેમની તે મજા એક દૂ:ખદ ઘટનામાં ફેરવાઈ ગઈ હતી. એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓના મોત થતાં વિસ્તારમાં ચકચાર થવા પામી છે.

દરિયામાં ડુબી જવાથી બે સાગા ભાઈ અને પુત્રનું મોત નીપજ્યું છે ત્રણેય મૃતકોના મૃતદેહ બીજા દિવસે દરિયામાંથી મળી આવ્યા છે એક જ પરિવારના ત્રણ વ્યક્તિના મોતથી પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ ઘટનામાં મૃત્યું પામેલા લોકોના નામ આ પ્રમાણે છે- દિપક સૂકા ભાઈ આહીર, સ્મિત દિપક ભાઈ આહીર અને જીતેન્દ્ર ધનસુખ ભાઈ આહીર

(5:49 pm IST)