Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

હિંમતનગરના ગાંભોઇ ગામે યુરિયા ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી લાઈન લાગી

હિંમતનગર:તાલુકાના ગાંભોઈ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ખેડુતોને સીઝન ટાણે જ સમયસર ખાતર ન મળતા ખેડુતોમાં રોષની લાગણી પ્રવતી રહી છે. સાથે સાથે યુરીયા ખાતર મેળવવા વહેલી સવારથી જ લાંબી કતારોમાં ઉભા રહેવા છતાં યુરીયા ખાતર ઘણીવાર ન મળતા ખેડુતોમાં સરકારની કામગીરી સામે અસંતોષ વ્યાપ્યો છે.

આ અંગે મળતી વિગત મુજબ હિંમતનગર તાલુકાના ગાંભોઈ સહિત આસપાસના ગામોના ખેડુતોને યુરીયા ખાતરની અછતને કારણે  ખેતીની સીઝન ટાણે જ સમયસર ખાતર ન મળતા ખેડુતોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલીક વાર નંબર આવતા પહેલા ખાતરનો સ્ટોક ખતમ પણ થઈ જતો હોય છે. જેથી ખેડુતોને પોતાના ખેતીનો પાક બચાવવા તથા ખાતર મેળવવા ખેતીના તથા ઘરના કામો પડતા મુકી લાંબી લાઈનોમાં ઉભા રહેવુ પડે છે. અત્યારે ચાલી રહેલી ખેતીની સીઝનને લક્ષમાં રાખી ખેડુતોને સમયસર યુરીયા ખાતર મળી રહે તે હેતુસર સરકાર દ્વારા યોગ્ય પગલા ભરી ખેડુતોને ખાતરનો પુરતો સ્ટોક મળી રહે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવે તેવી ગાંભોઈ પંથકના ખેડુતોની લાગણી અને માંગણી છે. 

(6:14 pm IST)