Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

ગાંધીનગરમાં એલસીબી-2ની ટીમે બાતમીના આધારે ડમ્પિંગ સાઈટ પાસે દરોડા પાડી દારૂ બિયારણો જથ્થો ઝડપી પાડયો

ગાંધીનગર: ગાંધીનગર શહેર અને જિલ્લામાં દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા પોલીસ દોડી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબી-ર ની ટીમે બાતમીના આધારે ગાંધીનગર કોર્પોરેશનની ડમ્પીંગ સાઈટ પાસેના છાપરામાં દરોડો પાડીને વિદેશી દારૃ અને બિયરના ટીન મળી ૩૪૬ નંગ કબ્જે કર્યા હતા. ૪ર હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને બે શખ્સોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.   

રાજયમાં દારૃબંધી હોવાછતાં પરપ્રાંતમાં વિદેશી દારૃનો જથ્થો ઘુસાડવામાં આવી રહયો છે ત્યારે ગાંધીનગર પોલીસની ટીમ પણ દારૃના જથ્થાને પકડવા માટે દોડી રહી છે. એલસીબી-ર પીઆઈ જે.એચ.સિંધવની સુચનાના પગલે પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે જીઈબી ડમ્પીંગ સાઈટની બાજુમાં આવેલા છાપરામાં રહેતો કપીલભાઈ જેનાભાઈ વલવાઈને ત્યાં સે-ર૪માં રહેતાં નીકુંજભાઈ મુકેશભાઈ જયસ્વાલે વિદેશી દારૃનો જથ્થો ઉતાર્યો છે અને આ બન્ને વ્યક્તિઓ તેનું ગેરકાયદેસર વેચાણ કરી રહયા છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડતાં છાપરામાં મીણીયાની કોથળીઓમાં દારૃ બિયરનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો. પોલીસે અહીંથી નાની મોટી દારૃની બોટલ અને બિયરના ટીન મળી ૩૪૬ નંગ કબ્જે કર્યા હતા અને આ સ્થળેથી નિકુંજ જયસ્વાલ રહે. મકાનનં.૧૧૪ડબલડેકર સે-ર૪ અને કપીલ વલવાઈને ઝડપી લીધા હતા. ૪ર હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરીને તેમની સામે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો દાખલ કર્યો હતો. આ દારૃનો જથ્થો કયાંથી લવાયો હતો અને કોને આપવાનો હતો તે જાણવા મથામણ શરૃ કરાઈ છે.

(6:20 pm IST)