Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

સુરત:પાલ ગૌરવ સ્થિત કોમ્પ્લેક્ષમાં નાઈટ વોકમાં નીકળેલ દંપતીને નિશાન બનાવી બાઈક સવાર સ્નેચરો 60 હજારની કિમનો સોનાનો ચેઇન તફડાવી રફુચક્કર.....

સુરત: પાલ ગૌરવ પથ સ્થિત મોનાર્ક કોમ્પેલક્ષની નજીક નાઇટ વોકમાં નીકળેલા દંપતીને નિશાન બનાવી બાઇક સવાર સ્નેચરો રૂ. 60 હજારની સોનાની ચેઇન આંચકીને ભાગી જતા અડાજણ પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે. હજીરા રોડ સ્થિત ભાઠાગામના પારસી ફળીયામાં રહેતા અને રિલાયન્સ કંપનીમાં કોન્ટ્રાક્ટ હેઠળ કલાર્ક તરીકે નોકરી કરતા રાજેશ સોમાભાઇ પટેલ (ઉ.વ. 53) અઠવાડીયા અગાઉ રાત્રે 9 વાગ્યાના અરસામાં બાઇક પર પાલ ગૌરવ પથ રોડ સ્થિત મોનાર્ક કોમ્પ્લેક્ષની બાજુમાં કલ્પવૃક્ષ એપાર્ટમેન્ટમાં પુત્રને ટ્યુશને લેવા આવ્યા હતા. પરંતુ પુત્રને ટ્યુશન છુટવામાં સમય હોવાથી રાજેશ અને તેની પત્ની બાઇક પાર્ક કરી વોકમાં નીકળ્યા હતા. તે દરમિયાન બાઇક પર ઘસી આવેલા બે સ્નેચરોએ રાજેશના ગળામાંથી 20 ગ્રામ વજનની સોનાની ચેઇન કિંમત રૂ. 60 હજારની આંચકીને ભાગી ગયા હતા. ઘટના અંગે રાજેશે અડાજણ પોલીસમાં ફરીયાદ નોંધાવતા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

(6:24 pm IST)