Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

વિરમગામ શહેરમાં ઉત્તરાયણ દરમ્યાન ઘાયલ પક્ષીઓને ઓન કોલ સારવાર આપવામાં આવશે

વિરમગામમાં જીવદયા પ્રેમીઓ દ્વારા 14 અને 15 જાન્યુઆરીના દિવસે ઇજાગ્રસ્ત પક્ષીઓ માટે હેલ્પલાઇન સારવાર કેન્દ્રો શરૂ કરવામાં આવશે

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : ઉત્તરાયણના તહેવાર દરમ્યાન અનેક પક્ષીઓ પતંગ દોરીમાં ફસાઇને ઘાયલ થાય છે અને જો પક્ષીઓને તાત્કાલીક જરૂરી સારવાર આપવામાં ન આવે તો ઘાયલ પક્ષીનું મૃત્યુ પણ થઇ શકે છે. વિરમગામ શહેર સહિત પંથકમાં ઉતરાયણના તહેવાર દરમ્યાન પતંગની દોરીથી, તેમજ વીજ કરંટથી ઘાયલ થયેલા પક્ષીઓ ને સારવાર આપવા માટે વિરમગામ ગૌરક્ષા દળ અને શ્રી શાંતીનાથ જૈન મિત્રમંડળ અને સહયોગી સ્નેહ ફાઉન્ડેશન દ્વારા પક્ષી બચાવો જીવદયા અભિયાન ચલાવવામાં આવશે. વિરમગામમાં જીવદયા પ્રેમીઓ દ્વારા આગામી 14 અને 15 જાન્યુઆરી (ઉતરાયણ અને વાસી ઉતરાયણ)ના દિવસે ઇજાગ્રસ્ત પક્ષીઓ માટે હેલ્પલાઇન સારવાર કેન્દ્રો શરૂ કરવામાં આવશે. વિરમગામમાં (1) શાંતિનાથ દેરાસર પાસે (2) ખોડીયાર મંદિર, મુનસર રોડ પાસે પક્ષીઓ માટે સારવાર કેન્દ્રો શરૂ કરવામાં આવશે. ઘાયલ પક્ષીઓને સારવાર અપાવવા માટે પ્રવિણભાઇ શાહ-7383162322, વિપુલભાઇ ગાંઘી  94275 20980, હાર્દિકભાઇ ગાંઘી 95103 04361, નગીનભાઈ દલવાડી 9924433261, પીયૂષ ગજ્જર 7383652783, દશરથભાઇ ઠાકોર 9737966141, જનક સાધુ 9586295540, જે ડી રાજપૂત 9898418060 ના મોબાઇલ નંબર ઉપર સંપર્ક કરી શકાય છે. જીવદયા પ્રેમીઓ દ્વારા સવારે અને સાંજે પતંગ ન ચગાવવા અપીલ કરવામાં આવી રહી છે.

(6:36 pm IST)