Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

વિરમગામ નગરપલીકામાં ભળેલા ભોજવા અને હાંસલપુરમાં ભુગર્ભ ગટરની સુવિધા માટે રજુઆત કરવામાં આવી

વિરમગામ નગરપાલીકાના પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા શહેરી વિકાસ મંત્રીને રૂબરૂ ભોજવા તથા હાંસલપુર માં ભુગર્ભ ગટરના 4 th તથા 5 th Phase માટે D.P.R બનાવવાની રજુઆત કરાઈ

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : વિરમગામ નગરપાલીકાના પ્રમુખ ચેતનભાઇ રાઠોડ, ઉપપ્રમુખ દિપાબેન મિલનભાઇ ઠક્કર દ્વારા ગુજરાત સરકારના શહેરી વિકાસ મંત્રી વિનોદભાઈ મોરડીયાને રૂબરૂ મળી વિરમગામ નગરપાલિકા વિસ્તારમાં વર્ષ ૨૦૧૫ માં નવા ભળેલા વિસ્તાર ભોજવા તથા હાંસલપુર માં ભુગર્ભ ગટર ના 4 th તથા 5 th Phase માટે D.P.R બનાવવાની રજુવાત કરવામાં આવી હતી.
        વિરમગામ નગરપાલીકના ઉપ પ્રમુખ દિપાબેન ઠક્કરે જણાવ્યુ હતુ કે, વિરમગામ નગરપાલીકા વિસ્તારમાં વર્ષ ૨૦૧૫માં ભોજવા અને હાંસલપુર ભળેલ છે. જેમાં ભુગર્ભ ગટર યોજનાની સુવીધા બીલકુલ નથી. આ વિસ્તારને ભુગર્ભ ગટરની સુવિધા પુરી પાડવા તજજ્ઞો પાસે માપણી કરાવી બેઝ મેપ તૈયાર કરાવી આગામી ૨૫ થી ૩૦ વર્ષના સંભવિત વિકાસને ધ્યાનમાં રાખી નવો ડી.પી.આર બનાવવો પડે તેમ છે. તેમજ આ વિસ્તાર માટે પુરતી ક્ષમતાનો નવો એસ.ટી.પી બનાવવો જોઇએ. આ અંગે ગુજરાત સરકારના શહેરી વિકાસ મંત્રી વિનોદભાઈ મોરડીયાને રૂબરૂ મળી રજુઆત કરવામાં આવી છે.

(6:38 pm IST)