Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

સચાણા વૃદ્ધાશ્રમ ખાતે વિરમગામ એફ.પી.એસ પ્રમુખ દ્વારા ભોજન વ્યવસ્થા કરવામાં આવી

પ્રહલાદભાઈ મોદી તરફથી સચાણા વૃદ્ધાશ્રમના વડીલોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : સચાણા વૃધ્ધાશ્રમ ખાતે વિરમગામ એફ.પી.એસ પ્રમુખ વિક્રમસિંહ ઝાલા તરફથી ભોજન વ્યવસ્થા રાખવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિરમગામ પ્રાંત અધિકારી દીપેશ કેડીયા, વિરમગામ નાયબ પોલીસ અધિક્ષક ડો.લવીનાસીંગ, ગુજરાત રાજ્ય ફેરપ્રાઈઝ શોપસ એન્ડ કેરોસીન લાયસન્સ હોલડસૅ એસોસિયેશનનાં પ્રમુખ પ્રહલાદભાઈ મોદી, મહામંત્રી અલ્પેશભાઈ શાહ, મામલતદાર પ્રવિણભાઈ ભટ્ટ સહિતના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. પ્રહલાદભાઈ મોદી તરફથી તમામ વડીલોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

(6:38 pm IST)