Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

આરોગ્ય મંત્રીની કામગીરી પ્રત્યેનો સંતોષ અને લાગણીઓ કલાત્મક ઢબે પ્રસ્તુત કરતા ઇકબાલભાઇ

અમદાવાદના ઇકબાલભાઇએ ઉતરાયણ પર્વ સંદર્ભે પતંગમાં મંત્રી શ્રી ઋષિકેશભાઇ ની કલાકૃતિ કંડારી:પીએમ નરેન્દ્રભાઇ મોદીના કોરોના રસીકરણ મહાઅભિયાન સહિતના માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગનાં સંદેશા દર્શાવતા પંતોગા બનાવ્યા: ઇકબાલભાઇ કલાત્મક રાખડીઓ અને પતંગો બનાવી કોરોના સહિતના વિવિધ વિષયો આધારિત જનજાગૃતિ ફેલાવવાનું ભગીરથ કાર્ય વર્ષોથી કરી રહ્યા છે.

અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારના ઇકબાલભાઇ શેખે આરોગ્યમંત્રી પ્રત્યેની પોતાની લાગણી આવા જ કંઇક અલગ અંદાજમાં પ્રસ્તુત કરી.ઉતરાયણ પર્વ સંદર્ભે ઇકબાલભાઇએ આ કલાકૃતિને મંત્રીના કાર્યાલયમાં આવી તેઓને સ્વહસ્તે ભેંટ કરી હતી.

આ ઉપરાંત ઇકબાલભાઇએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા આદરેલા કોરાના રસીકરણ મહાઅભિયાન , માસ્ક, સેનિટાઇઝીંગ જેવા વિવિધ વિષયોને સાંકળતા પંતગો પણ તૈયાર કર્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઇકબાલભાઇ વર્ષોથી રાજ્યમાં જન-જાગૃતિના વિવિધ વિષયો આધારિત પતંગો અને રાખડીઓ બનાવે છે. તેમની આ કલાની નોંધ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સહિતના નેતાઓ, સામાજિક કાર્યકર્તાઓએ લીધી છે.

(6:53 pm IST)