Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

કોરોનાના દર્દીઓ અને પરિવારજનોને ડોકટરો દ્વારા મળશે માર્ગદર્શન : ભાજપે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો

દર્દીઓને ઘરે બેઠા હેલ્પાઇન નંબર 91 9408216170 પરથી મળશે સલાહ :ભાજપા ગુજરાત પ્રદેશ મેડિકલ સેલ દ્વારા તમામ જિલ્લાઓમાં 50 થી 70 ડોકટરોની કોવિડ ટાસ્ફ ફોર્સનું ગઠન કરાયું

અમદાવાદ : દેશભરમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહયો છે,રાજ્યમાં પણ કેસ વધી રહ્યાં છે ત્યારે ફરી એક વખત ગુજરાત બીજેપી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ અને મેડિકલ સેલના સંયોજક ડૉ. ધર્મેન્દ્રભાઇ ગજ્જરના નેતૃત્વ હેઠળ ગુજરાત રાજયમાં જિલ્લા/મહાનગરમાં કોરોના સંક્રમિત દર્દીઓને ઘરે બેઠા ફોન પર સ્પેશિયાલિસ્ટ ડોકટરો દ્વારા માર્ગદર્શન મળી રહે તે માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ હેલ્પાઇન નંબર 91 9408216170 આજે પ્રદેશના મહામંત્રી, રાજયકક્ષાના મંત્રીઓ અને પ્રદેશના ઉપાધ્યક તેમજ મેડિકલ સેલના સંયોજકની ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલયથી જાહેર કરવામાં આવ્યો છે.

આ સંદર્ભે પ્રદેશના મહામંત્રી રજની પટેલે જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીના માર્ગદર્શન હેઠળ આપણે મજબુતાઇથી કોરોના સામે લડત આપી હતી. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરે કોરોનાની મહામારીમાં દર્દીઓ અને દર્દીના પરિવારની સાથે રહી તમામ મદદ કરવાનો પ્રયત્ન કર્યો હતો

 

જયારે ફરી કોરોનાના કેસો રાજયમાં વધી રહ્યા છે ત્યારે ભાજપા મેડિકલ સેલ દ્વારા પ્રદેશ અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ વિનામુલ્યે કોવિડ હેલ્પલાઇ સુવિધા શરૂ કરવામાં આવી છે. આ આયોજનથી કોવિડના દર્દીઓ તેમજ તેમના પરિવારજનોને સરળતાથી ડોડકટરની સલાહ ,માર્ગદર્શન મળી રહેશે.

આ સંદર્ભે મેડિકલ સેલના સંયોજક ડૉ.ધર્મેન્દ્રભાઇ ગજ્જરે જણાવ્યું હતું કે, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ ભાજપા ગુજરાત પ્રદેશ મેડિકલ સેલ દ્વારા તમામ જિલ્લાઓમાં 50 થી 70 ડોકટરોની કોવિડ ટાસ્ફ ફોર્સનું ગઠન કરવામાં આવ્યું છે અને આશરે 2500 જેટલા ડોકટરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે

(7:31 pm IST)