Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

ઓઢવમાં 19 વર્ષીય પરીણિતાના ઘરમાં ઘુસી બે શખ્શોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યું : નરાધમો મોબાઈલ લૂંટી ગયા

પરિણીતાએ પ્રતિકાર કરતા તેને હાથ ઉપર બ્લેડ મારી દીધી : અજાણ્યા શખ્સ રાજુનું નામ લઇ બે શખ્સો ઘરે આવ્યા અને જમવાની વાત કરી ઘરમાં ઘુસી ગયા

અમદાવાદ: ઓઢવમાં રહેતી 19 વર્ષીય પરીણિતા ઘરે એકલી હતી ત્યારે અજાણ્યા શખ્સ રાજુનું નામ લઇ બે શખ્સો ઘરે આવ્યા અને જમવાની વાત કરી ઘરમાં ઘુસી ગયા હતા. પરિણીતા સાથે જબરજસ્તી કરી બેડરૂમમાં લઈ જઈ વારાફરથી સામુહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. પરિણીતાએ પ્રતિકાર કરતા તેને હાથ ઉપર બ્લેડ મારી દીધી હતી. જતા સમયે આરોપીઓ યુવતીનો મોબાઈલ પણ લૂંટી ગયા હતા. આ અંગે ઓઢવ પોલીસે સામુહિક દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

શહેરના ઓઢવ વિસ્તારમાં ઘરકામ કરતી 19 વર્ષીય પરિણીતા તેના પતિ સાથે રહે છે. ગઇ કાલે સવારના સમયે પતિને ટીફીન બનાવીને આપ્યું હતુ. બાદમાં પતિ નોકરી ગયા હતા. પતિ ગયા બાદ પરિણીતા ઘરે એકલી હોવાથી મોબાઈલમાં ફિલ્મ જોતી હતી.

આ દરમિયાન બે અજાણ્યા શખ્સો પરિણીતાના ઘરે આવ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે, રાજુ અંહીયા રહે છે જેથી પરિણીતાએ તમે કોણ છો રાજુ અંહીયા રહેતો નથી તમે બહાર જતા રહો તેમ જણાવ્યું હતુ. જેથી આ બંન્ને શખ્સો ઉશ્કેરાઈ ગયા અને ઘરમાં ઘુસી જઈ અને પરિણીતાને સોફા પરથી પકડીને મોઢુ દબાવી બેડરૂમમાં લઈ ગયા હતા. બાદમાં આ બંન્ને શખ્સોએ પરિણીતા પર દુષ્કર્મ ગુજાર્યું હતુ. આ નરાધમો સામે આ પરિણીતા મને છોડી દો તેવી આજીજી કરતી રહી હતી.

તેનો અવાજ ન આવે તે માટે મો દબાવી દુષ્કર્મ આચર્યું હતું આ દરમિયાન પરિણીતાએ વિરોધ કરવાનો પ્રયાસ કરતા આરોપીઓએ તેના હાથ પર બ્લેડ મારી દીધી હતી.બાદ આ બંન્ને હવસખોરો પરિણીતાનો મોબાઈલ ફોન લઈ ફરાર થઈ ગયા હતા. પરિણીતા ઘરમાં એકલી રડતી હતી એ સમયે પડોશીએ આવી તેના પતિને ફોન કર્યો હતો. પરિણીતાને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપી હતી. આ અંગે ઓઢવ પોલીસને જાણ થતા બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(9:22 pm IST)