Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

ગરડેશ્વરના નાસતા ફરતા આરોપીને કેવડિયાથી પકડી પાડતી એલસીબી નર્મદા ટિમ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :  હિમકર સિંહ પોલીસ અધિક્ષક,નર્મદાની માર્ગદર્શન હેઠળ ગરૂડેશ્વર પો.સ્ટે . વિસ્તારમાં છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો આરોપીને એલ.સી.બી. નર્મદા એ ઝડપી લીધો છે

મળતી માહિતી મુજબ નર્મદા જીલ્લાના નાસતા - ફરતા આરોપીઓને પકડવા માટે પરિણામ લક્ષી કામગીરી કરવા તેમજ જીલ્લામાં ફરાર થેયલ આરોપીઓને ઝડપી પાડવાની સુચના અનુસંધાને એ.એમ. પટેલ , પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. , નર્મદાના સુપરવિઝન હેઠળ ગરૂડેશ્વર પો.સ્ટે,વિસ્તારમાં સને -૨૦૧૮ માં પ્રોહીબીશનના ગુનાના નાસતા ફરતા સીમજીભાઇ દખણીયા ઉર્ફે દમણીયાભાઇ વસાવા( રહે.માંકડખાડ તા. ગરૂડેશ્વર જી.નર્મદા ) નાનો ગુનાના નાસતો ફરતો હોય જે નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા વોચ તેમજ બાતમીદારોથી બાતમી મેળવતા એ.એસ.આઇ.ભરતભાઇ સુરાભાઇ બ.નં. ૫૨૧ તથા અ.હે.કો. પરશોતમભાઇ મગનભાઇ બ.નં. ૬૮૩ એલ.સી.બી. નર્મદાની સંયુક્ત બાતમીના આધારે કેવડીયા કોલોની ખાતેથી ઝડપી પાડી ગરૂડેશ્વર પોલીસ સ્ટેશનને સોંપી આગળની જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

(10:14 pm IST)