Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

નર્મદા જિલ્લામાં મંગળવારે ૧૨ કોરોના પોઝિટિવ કેસ આવ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં મંગળવારે ૧૨ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળા શહેરમાં ૦૧,નાંદોદ તાલુકામાં ૦૨, ગરુડેશ્વર તાલુકામાં ૦૯, દેડીયાપાડા તાલુકા, સાગબારા તાલુકા તથા તિલકવાડા તાલુકામાં એક પણ કેસ નોંધાયેલ નથી,નર્મદા જિલ્લામાં આજે કુલ ૧૨ પોજેટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ ૦૫ દર્દી દાખલ છે,કોવિડ કેર સેન્ટર માં એક પણ દર્દી દાખલ નથી, જ્યારે હોમ આઇસોલેશનમાં ૬૦ દર્દી દાખલ છે. આજે વધુ ૧૦૭૬ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(10:15 pm IST)