Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

વિશાલખાડી જવાના રસ્તા પર ટાઇલ્સ ભરેલી ટ્રક પલટી જતા એક શખ્સનું મોત નીપજ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના આંબલી ગામ આગળ વિશાલખાડી તરફ જવાના રસ્તા પર વળાંકમા રોડ ઉપર તારીખ 10 જાન્યુઆરી એ સવારે 5.30 વાગે ટ્રક નબર MH-20-  DE-7829ના ચાલકે પોતાના કબજાની ટ્રક પુરઝડપે હંકારી લાવી ટ્રકને પલ્ટી ખવડાવી ટ્રકમા બેસેલ વિજય મહાદુ ડુમાલે નાઓને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોચાડી સ્થળ ઉપર મોત નિપજાવી ગુનો કરતા રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે

(10:22 pm IST)