Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

સચિન GIDC કેમિકલ દુર્ઘટના મામલે વધુ 4 આરોપીઓની ધરપકડ :ઝેરી કેમિકલ સિવાય એસિટીક વેસ્ટ મળી આવ્યું

કંપની દ્વારા બાય પ્રોડક્ટ તરીકે ઝેરી કેમિકલ પધરાવી દેવાયું હતું.

 

સુરતમાં સચિન GIDCમાં કેમિકલ દુર્ઘટનાના મામલે પોલીસે વધુ 4 આરોપીઓની ધરપકડ કરી છે.મુંબઇની હાઇકેલ કંપનીના 3 વ્યક્તિની ધરપકડ કરાઇ છે.હાઇકેલ કંપનીના કોર્પોરેટર હેડ મનસુખ પટેલ, પ્રોડક્શન ડિવિઝન હેડ માછીન્દરનાથ ગોરહે અને સપ્લાય ચેઇનના GM અભય દાંડેકરની ધરપકડ કરી છે. આ કંપની દ્વારા બાય પ્રોડક્ટ તરીકે ઝેરી કેમિકલ પધરાવી દેવાયું હતું.સુરતના એક ઉદ્યોગકારની પણ ધરપકડ કરાઇ છે.બજરંગ ઇન્ડસ્ટ્રીઝના રમણ બારીયાની ધરપકડ કરાઇ છે

ખાડીમાંથી ઝેરી કેમિકલ સિવાય એસિટીક વેસ્ટ મળી આવ્યું હતું.ઝેરી કેમિકલ અને ખાડીમાં રહેલા એસિટીક વેસ્ટથી ઝેરી વાયુ ઉત્પન્ન થયો હતો.કેમિકલ દુર્ઘટનામાં 6 કામદારના મૃત્યુ અને 23 કામદાર અસરગ્રસ્ત થયા હતા.આ ઘટનામાં સુરતના કુલ 3 ઉદ્યોગકારોની ધરપકડ થઇ છે.કેસમાં અત્યાર સુધી 8 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે હજુ તપાસ ચાલી રહી છે.

સુરતમાં સચિન GIDCમાં ગેસ લીક દુર્ઘટનામાં માર્યા ગયેલા મૃતકોના પરિવારને રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી હતી.રાજ્ય સરકારે મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયાની સહાય આપવાનું નક્કી કર્યું છે. જ્યારે  અસરગ્રસ્તોને વ્યક્તિ દીઠ 50 હજારની સહાય કરવામાં આવશે. આ જાહેરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરી હતી

(10:54 pm IST)