Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

અમદાવાદમાં કોરોનાને માઝા મૂકી : વધુ 21 વિસ્તાર માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા

વધુ 21 વિસ્તારોના 152 ઘરોના 580 લોકો માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં : શહેરમાં કુલ 172 કન્ટેઇનમેન્ટ ઝોન થયા : 16 વિસ્તારોને કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્તી

અમદાવાદમાં ત્રીજી લહેરમાં કોરોનાએ આતંક મચાવ્યો છે. રોજે રોજ શહેરમાંથી લગભગ 2 હજારની આસપાસ કોરોના પોઝિટિવ કેસો બહાર આવી રહ્યા છે જે બહુ મોટી ચિંતાનો વિષય તંત્ર માટે છે. ત્યારે કોરોના બેલગામ થતો અટકાવવા શહેરમાં વધુ 21 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે. જ્યારે 16 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન માંથી મુક્તી આપી દેવામાં આવી છે

  પૂર્વ ઝોનમાં વસ્ત્રાલ, હાટકેશ્વર અને નિકોલમાં વિસ્તારમાં વધુ કેસો બહાર આવતા અમુક વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મૂકી દેવામાં આવ્યા છે.ગોદરેજ ગાર્ડન સિટીના તીવોલી ફ્લેટના 48 ઘરો તેમજ કુલ અલગ અલગ 21 વિસ્તારોના 152 ઘરોના 580 લોકોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે.અમદાવાદમા માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા 172 પહોચી ગઈ છે.

(10:57 pm IST)