Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

ભારે કરી :શિક્ષણ બોર્ડની ચૂંટણીના ઉમેદવારને સરકારે કમિટીમાં સ્થાન આપતા ભારે હોબાળો

સંચાલક બેઠકના ઉમેદવારની નિમણૂકથી ચૂંટણી પ્રભાવિત થવાની દહેશત: બોર્ડના સત્તાધીશોને પત્ર લખ્યો

અમદાવાદ : કોરોનાના કારણે બોર્ડની ચૂંટણી સ્થગિત કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં સંચાલક મંડળની બેઠકને લઈને ભારે ખેંચતાણ ચાલી રહી છે ત્યારે આ બેઠકના જ ઉમેદવાર નારણભાઇ પટેલની ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષા રદ કરાયા બાદ વિધાર્થીઓને માસ પ્રમોશનમાં ગુણ કઈ રીતે આપવા માટે તે માટે રચાયેલી કમિટીમાં નિમણુકં કરાતાં સંચાલક મંડળના અન્ય ઉમેદવારે વિરોધ વ્યકત કર્યેા છે. આ વિરોધ નોંધાવતા જ ચૂંટણી પૂર્વે જ ગરમાવો આવી ગયો છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા લેવામાં આવનારી ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષા સરકાર દ્રારા રદ કરવામાં આવી હતી. આ પરીક્ષા રદ કરાયા બાદ વિધાર્થીઓને માસ પ્રમોશનમાં ગુણ કઈ રીતે આપવા માટે તે માટે એક કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીમાં અધિકારીઓ ઉપરાંત શિક્ષણ જગતના નિષ્ણાંતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં નારણભાઈ પટેલની નિમણુકં પણ કરવામાં આવી હતી.

 હવે  નારણભાઈ પટેલની નિમણુકં કરવામાં આવી છે ત્યારે બોર્ડની ચૂંટણીમાં ઉભેલા ઉમેદવાર જગદીશ ચાવડાએ તેનો વિરોધ કર્યેા છે. તેમના જણાવ્યા પ્રમાણે બોર્ડની ચૂંટણીમાં સંચાલક મંડળની બેઠક પરથી નારણભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી છે, ત્યારે કમિટીમાં તેમને સ્થાન મળતા બોર્ડની ચૂંટણી પ્રભાવિત થાય તેમ હોવાથી તેમની નિમણુકં સામે વિરોધ નોંધાવ્યો છે. આ અંગે બોર્ડના સત્તાધીશોને પત્ર લખ્યો

(10:58 am IST)
  • ઉત્તર પ્રદેશમાં ઝડપભેર નવા બનાવો આકાર લઇ રહ્યા છે: આનંદીબેનને મળતા આદિત્યનાથ :અત્યારે રાત્રે મળતા અહેવાલો પ્રમાણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલને મળવા ગયા છે. ઉત્તર પ્રદેશના પ્રધાનમંડળમાં ઝડપભેર મહત્વના ફેરફારો આવી રહ્યાના સ્પષ્ટ નિર્દેશો મળે છે access_time 9:12 pm IST

  • આખરે ટીએમસી માંથી ભાજપમાં શામેલ થયેલ બંગાળના દિગ્ગજ નેતા મુકુલ રોયની ઘર વાપસી થઈ : ફરી ટીએમસીમાં જોડાયા : ભાજપ માટે શરમજનક ઘટના : હજુ ઘણાં ધારાસભ્યો સહિત ભાજપના નેતાઓ પણ તેમની મૂળ પાર્ટી ટીએમસીમાં પાછા જાય તેવી સંભાવના : CM મમતા બેનર્જી બપોરે 3.30 વાગ્યે ટીએમસી ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સ કરશે તેમ જાણવા મળે છે. (ન્યુઝફર્સ્ટ) access_time 2:42 pm IST

  • પેટીએમ, ઇન્ફોસિસ અને મેકમાયટ્રિપ કમ્પનીઓએ ઓનલાઇન કોરોના રસીના બુકિંગ પ્રદાન કરવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી માંગી છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 9:32 am IST