Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે ગુજરાત પ્રભારી ભૂપેન્દ્રજી યાદવઃ કમલમ - ગાંધીનગર ખાતે વિજયભાઇ રૂપાણી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે સ્વાગત કર્યુ

રાજકોટ, તા. ૧૧ : ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા ગુજરાતના પ્રભારી શ્રી ભૂપેન્દ્રજી યાદવનું કમલમ - ગાંધીનગર ખાતે  મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલે સ્વાગત કર્યુ હતું.  ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને અને મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીની  ઉપસ્થિતિમાં કમલમ ખાતે  ભાજપ કોર કમિટી બેઠક યોજાઇ હતી. કોર કમિટિની બેઠકમાં નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, ભાજપ અગ્રણી શ્રી સુરેન્દ્ર કાકા, ભાજપ પ્રદેશ મહામંત્રી સર્વશ્રી ભીખુભાઈ દલસાણીયા, શ્રી ગોરધન ઝડફિયા, પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી, પૂર્વ મંત્રી રજનીભાઇ પટેલ, મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ, મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, કેન્દ્રીય મંત્રીશ્રી પરષોત્તમ રૂપાલા, ગુજરાત મંત્રીમંડળના સભ્યો સર્વશ્રી આર.સી.ફળદુ, શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મહામંત્રી અને સાંસદ શ્રી વિનોદ ચાવડા સહિત ભાજપ પ્રદેશના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

(1:15 pm IST)
  • ગુજરાતમાં કોરોનાની બીજી લહેર પુરી થવાના આરે - આજે ઘણા મહિને રાજ્યમાં 500ની અંદર નવા કોરોના કેસ નોંધાયા : રાજ્યમાં નવા કોરોના કેસ ઘટીને આજે ફક્ત 481 નોંધાયા અને સામે 1526 દર્દીઓ સાજા થયા : આ સાથે આજે રાજકોટ શહેર - જિલ્લામાં પણ કોરોના થાક્યો : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 24 અને ગ્રામ્યના 10 કેસ સાથે કુલ ફક્ત 34 નવા કોરોના ના કેસ નોંધાયા : અને સાથે રાજકોટ શહેર - જિલ્લામાં આજે કુલ 41 દર્દીઓ સાજા થયા access_time 7:46 pm IST

  • કોરોના એ સરકારનું ષડયંત્ર છે : મુસ્લિમોની વધી રહેલી જનસંખ્યા મહા વિનાશ સર્જશે : હિંદુઓ પાંચથી છ બાળકો પેદા કરે : મથુરાના ડાસના દેવી મંદિરના મહંત સ્વામી યતિ નરસિંહાનંદ સરસ્વતીનું વિવાદિત નિવેદન access_time 7:58 pm IST

  • દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં બે દિવસથી ભેદી ધડાકા : રાત્રીના સમયે ભેદી ધડાકાઓથી લોકોમાં ફફડાટ. :ધડાકાઓનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી :ધડાકા સાથે જમીન ધ્રુજી ઉઠે છે છતાં તંત્ર અજાણ : પ્રાંત અધિકારીએ ધડાકા અંગે તપાસના આદેશ આપ્યા access_time 12:08 am IST