Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં 25 વર્ષીય યુવતીએ મિત્રતાની ના કહેતા યુવકે લાકડીના ફટકા મારી ઇજા પહોંચાડી

વડોદરા:શહેરના સયાજીગંજ વિસ્તારમાં  કાળાઘોડા બ્રિજ ઉપર વસવાટ કરી ફુગ્ગા વેચી પેટીયું રળતી 25 વર્ષીય યુવતીની છેડતીનો બનાવ સામે આવ્યો છે. બુધવારે રાત્રે નરહરિ સર્કલ પાસે પોતાની ફુગ્ગાની લારી લઈ પરત જઈ રહી હતી ત્યારે સલીમ નામનો વ્યક્તિ હાથમાં લાકડી લઈને ધસી આવ્યો હતો. અને "તને કેટલા દિવસથી પૂછું છું, મારી સાથે દોસ્તી કેમ નથી કરતી" તેમ જણાવી અપશબ્દો બોલી લાકડી વડે માર માર્યો હતો. જેમાં યુવતીને હાથે તથા પગે ઇજા પહોંચી હતી. યુવતીએ શોર મચાવતા રોમિયો ઘટના સ્થળેથી નાસી છૂટયો હતો. હાલ યુવતીને સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ફુગ્ગા વેચતી 25 વર્ષીય યુવતી દોસ્તી માટે તાબે ન થતાં યુવકે લાકડીના દંડા વડે ફટકારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ફરિયાદના આધારે સયાજીગંજ પોલીસે સલીમ નામના વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

(5:48 pm IST)
  • પેટીએમ, ઇન્ફોસિસ અને મેકમાયટ્રિપ કમ્પનીઓએ ઓનલાઇન કોરોના રસીના બુકિંગ પ્રદાન કરવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી માંગી છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 9:32 am IST

  • ઈન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિસીસ એન્ડ રિસર્ચ સેન્ટર, (IKDRC)અમદાવાદએ નવા ચાર ડાયાલિસિસ કેન્દ્રનો શુભારંભ કર્યો છે. ગાંધીનગર જિલ્લામાં કલોલ, માણસામાં, જામનગરમાં જામજોધપુરમાં અને મોરબીમાં વાંકાનેરમાં ડાયાલિસિસ કેન્દ્ર શરુ કરવામાં આવ્યા છે. આ કેન્દ્ર આરઓ પ્લાન્ટ સુવિધા સાથે 21 અત્યાધુનિક મશીનથી સજ્જ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ ગુજરાતના ઈએસઆરડી દર્દીઓને નિશુલ્ક ડાયાલિસિસ પ્રદાન કરવામાં આવે છે. ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ (જીડીપી) ભારતમાં સૌથી મોટું નેટવર્ક ધરાવે છે. જેમાં 51 કેન્દ્ર ચાલે છે. જે 500 ડાયાલિસિસ મશીનથી સજ્જ છે. અહીં વર્ષમાં 3 લાખથી વધુ ડાયાલિસિસ કરે છે. access_time 9:33 am IST

  • અહો આશ્ચર્યમ !! ઇઝરાઇલના યેવ્નીમાં ખોદકામ દરમિયાન 1000 વર્ષ જૂનું મરઘીનું અખંડ ઇંડું મળી આવ્યું છે. એક પુરાતત્ત્વવિદે જણાવ્યું હતું કે, "આ ઇંડાની અનન્ય જાળવણી દેખીતી રીતે નરમ માનવ મળ ધરાવતા સેસપિટમાં, તે સદીઓથી મૂકેલી સારી પરિસ્થિતિઓને કારણે હતી અને આ ઈંડાને આટલા વર્ષો જાળવી રાખવામાં મદદરૂપ બની હતી." અન્ય એક પુરાતત્ત્વવિદે કહ્યું કે, "ઇંડામાં એક નાની તિરાડ હતી, જેના લીધે મોટાભાગનું પ્રવાહી તેમાંથી બહાર નીકળી ગયું હતું." access_time 5:50 pm IST