Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

સુરતના કડોદરામાં અજાણ્યા બદમાશોએ બે મિત્રો પર હુમલો કરી મોબાઈલની તસ્કરી કરી છૂમંતર.....

સુરત: શહેરના કડોદરામાં રહેતા બે મિત્રો ઉપર ગત રાત્રે પાંચથી છ અજાણયા બદમાશોએ હુમલો કરી મોબાઈલ છીનવાની કોશિશ કરી હતી અને બંનેને ચપ્પુ મારી એક પાસેથી મોબાઈલ છીનવીને ભાગી છૂટ્યા હતા. જયારે એકના પેટના ભાગે ગંભીર ઈજા થતા સારવાર માટે તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

નવી સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કડોદરા ખાતે આવેલ સત્યમ પાર્કમાં રહેતો 19 વર્ષીય બ્રિજેશ સુખા સીંગ ગઈ કાલે રાત્રે કડોદરાના સોની પાર્કમાં અજાણયા બદમાશોએ મારમારી તેના પેટના ભાગે ચપ્પુ મારી ગંભીર ઈજા પહોંચાડી ભાગી ગયા હતા. લોહીલુહાણ હાલતમાં તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો છે. તેને જણાવ્યું હતું કે ગઈ કાલે મિત્ર વિનોદ બિંદ સાથે  ફરવા માટે નીકળ્યો હતો હતો ત્યારે પાંચ-છ અજાણયા ઈસમો તેમની નજીકમાં આવી ગયા હતા અને બંને પાસેથી મોબાઈલ છીનવાની કોશિશ કરતા હતા ત્યારે તેને પ્રતિકાર કર્યો હતો ત્યારે બદમાશોએ વિનોદની જાંગના ભાગે ચપ્પુ મારી તેનો મોબાઈલ ઝૂટવી લીધો હતો અને તેના પેટના ભાગે ચપ્પુના ઘા મારી ભાગી ગયા હતા. એવા આક્ષેપો કર્યા હતા.

(5:55 pm IST)
  • ઈન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિસીસ એન્ડ રિસર્ચ સેન્ટર, (IKDRC)અમદાવાદએ નવા ચાર ડાયાલિસિસ કેન્દ્રનો શુભારંભ કર્યો છે. ગાંધીનગર જિલ્લામાં કલોલ, માણસામાં, જામનગરમાં જામજોધપુરમાં અને મોરબીમાં વાંકાનેરમાં ડાયાલિસિસ કેન્દ્ર શરુ કરવામાં આવ્યા છે. આ કેન્દ્ર આરઓ પ્લાન્ટ સુવિધા સાથે 21 અત્યાધુનિક મશીનથી સજ્જ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ ગુજરાતના ઈએસઆરડી દર્દીઓને નિશુલ્ક ડાયાલિસિસ પ્રદાન કરવામાં આવે છે. ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ (જીડીપી) ભારતમાં સૌથી મોટું નેટવર્ક ધરાવે છે. જેમાં 51 કેન્દ્ર ચાલે છે. જે 500 ડાયાલિસિસ મશીનથી સજ્જ છે. અહીં વર્ષમાં 3 લાખથી વધુ ડાયાલિસિસ કરે છે. access_time 9:33 am IST

  • દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં બે દિવસથી ભેદી ધડાકા : રાત્રીના સમયે ભેદી ધડાકાઓથી લોકોમાં ફફડાટ. :ધડાકાઓનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી :ધડાકા સાથે જમીન ધ્રુજી ઉઠે છે છતાં તંત્ર અજાણ : પ્રાંત અધિકારીએ ધડાકા અંગે તપાસના આદેશ આપ્યા access_time 12:08 am IST

  • સુપ્રીમ કોર્ટે AIIMS દ્વારા લેવાતી INI CET પરીક્ષા 2021 ને, કોરોના પરિસ્થિતિના કારણે, એક મહિના માટે મુલતવી રાખવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટતા કરી છે કે, આ પરીક્ષા, જે 16 જૂને યોજાવાની હતી, હવે એક મહિનાની સમાપ્તિ પછી કોઈપણ સમયે યોજી શકશે. access_time 1:32 pm IST