Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નર્મદા જિલ્લાને વધુ ૨૫ નંગ ઓક્સિજન કોન્સન્ટ્રેટરની ફાળવણી

CSR એક્ટિવીટી હેઠળ-૩ અને હોસ્પિટલના અગાઉના-૨ સહિત હવે જિલ્લામાં કુલ- ૩૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટરની સુવિધા ઉપલબ્ધ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કોરોનાની વૈશ્વિક મહામારીને અનુલક્ષીને કોરોનાનું સંક્રમણ ઘટાડવા અને નર્મદા જિલ્લામાં કોરોનાના દરદીઓને સારવારમાં ઉપયોગી બની રહે તેવા અનેક આરોગ્યલક્ષી ઉપકરણોની સુવિધાનો વ્યાપ વિસ્તારવા નર્મદા જિલ્લા કલેકટર ડી.એ. શાહ દ્રારા થઇ રહેલા આયોજન હેઠળ  સરકારના આરોગ્ય વિભાગ ઉપરાંત CSR એકટીવીટી, સેવાભાવી સંસ્થાઓ તરફથી અને વ્યકતિગત રીતે પણ હકારાત્મક સહયોગ સાંપડી રહયો છે, જેના ભાગરૂપે રાજયના આરોગ્ય વિભાગ દ્રારા રાજપીપલાની કોવિડ હોસ્પિટલને વધુ ૨૫ નંગ ઓક્સિજન કોન્સન્ટ્રેટર ફાળવવામાં આવ્યાં છે

 . આમ,નર્મદા જિલ્લાને રાજય સરકાર દ્રારા ફાળવાયેલ આ ૨૫ નંગ ઓક્સિજન કોન્સન્ટ્રેટર ઉપરાંત CSR એક્ટિવીટી હેઠળ દાન સ્વરૂપે પ્રાપ્ત થયેલ અન્ય ત્રણ ઓક્સિજન કોન્સન્ટ્રેટર તેમજ જિલ્લામાં આ અગાઉ ઉપલબ્ધ બે ઓક્સિજન કોન્સન્ટ્રેટર સહિત જિલ્લામાં હવે કુલ-૩૦ જેટલાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર સુવિધા ઉપલબ્ધ થઈ છે

(11:48 pm IST)