Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

રાજપીપળા નગરપાલિકા દ્વારા ઝૂલતા પાટનો નિયમ લાગુ : ગટર પર બનેલા ઓટલા તોડવાની કવાયતથી લોકોમાં ફફડાટ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સહેરમા વધતી વસ્તી અને વધતા વાહનોની સંખ્યા સામે સાંકડી ગલીઓમાં કે મુખ્ય માર્ગો ઉપર ગટર ઉપર ઊભા કરાયેલા પાકા ઓટલા નાં કારણે ટ્રાફિક સમસ્યા ગીચ બનતી હોવાથી ઝૂલતા પાટનો નિયમ લાગુ કરવાની ઝુંબેશ આજથી શરૂ કરાઇ હતી

રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ અને મુખ્ય અધિકારી રાહુલ દેવ ઢોડિયાની સૂચના અને ઇજનેર હેમરાજસિંહનાં માર્ગદર્શન હેઠળ આજથી રાજપીપળા સહેરના સફેદ ટાવર આગળ જ્યાં જ્યાં દુકાનો બહાર પાકા ઓટલા જણાયા જેમાં બે દુકાનોનાં ઓટલા જેસીબી મશીન દ્વારા તોડી પાડવામાં આવતા આસપાસના લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.

 જોકે  આ બાબતે સતત શહેરના વિકાસમાં પોરવાયેલા પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ જણાવ્યું કે હવે કોઈની શરમ રાખ્યા વિના અમે નિયમ મુજબ દબાણ દૂર કરવાની શુભ શરૂઆત કરી છે ટૂંકા સમયમાં શહેરની ટ્રાફિક સમસ્યા મોટાભાગે દૂર કરવા અમે પ્રયત્નશીલ બન્યા છીએ માટે કોઈ લાગવગ કે શરમ વિના અમે કાયદાની રીતે કડક કામગીરી કરીશું.

(10:15 pm IST)