Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

ગરુડેશ્વર તાલુકાના ઊંડવા ગામે જુગાર રમતા ૦૭ શખ્સોને પોલીસે ઝડપી પાડયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ઉંડવા ગામમાં પોલીસે બાતમીના આધારે છાપો મારી જુગાર રમતા સાત ઇસમોને મુદ્દામાલ સાથે ઝડપી ગુનો દાખલ કર્યો હતો
મળતી માહિતી મુજબ ગરુડેશ્વર પોલીસને મળેલી બાતમીના આધારે ઊંડવા ગામમાં ચાલતા જુગારધામ પર રેડ કરતા ત્યાં જુગાર રમતા (૧) અરવિદભાઈ રમેશભાઈ ભીલ (૨) વાસુભાઈ અંબાલાલ ભીલ (૩)  પંકજભાઈ મહેશભાઈ ભીલ (૪) સુનીલભાઈ શાંતીલાલ ભીલ (૫) શૈલેષભાઈ વિક્રમભાઈ ભીલ (૬) પરેશભાઈ કાનજીભાઈ ભીલ (૭) અશ્વિનભાઈ ઉક્ક્ડભાઈ ભીલ (તમામ રહે ચોરખડા ફળીયુ ઉડવા ગામ તા.ગરૂડેશ્વરજી.નર્મદા) ને પકડી તેમની અંગજડતી માથી કુલ્લે રૂપિયા ૬૦૦ તથા દાવ ઉપરના કિ.રૂ ૧૩૦ મળી કુલ્લે રૂપીયા ૭૩૦ના મુદ્દામાલ સાથે પકડી લેવામાં આવ્યા હતા.

(10:18 pm IST)