Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

તિલકવાડા હાઇવે રોડ પર મોટરસાયકલ સવારે રાહદારીને અડફેટમાં લેતા યુવકનું મોત થયું

  (ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા હાઇવે રોડ પર મોટરસાયકલ સવારે રાહદારીને અડફેટમાં લેતા યુવકનું મોત નિપજ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ હર્ષદભાઈ પરસોતમભાઈ માછી( રહે. તિલકવાડા માછી ફળીયુ, જીલ્લો નર્મદા )નાઓની ફરિયાદ અનુસાર તારીખ ૦૮/૦૬/૨૦૨૨ ના રોજ તિલકવાડા ગામે તિષા એન્ટરપ્રાઈઝ દુકાનની સામે હાઇવે રોડ પર મોટરસાયકલ ચાલક શૈલેષ ડાહ્યાભાઈ તડવી રહે. ભાવપુરા ટેકરા, તાલુકો તિલકવાડા જીલ્લો નર્મદા નાઓ પોતાની મોટરસાયકલ નંબર જીજે.૦૬. એન. બી.૨૪૯૪ ને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી રોડ ઉપર ચાલતા જતા હસમુખભાઈ સુરખામભાઈ માછી( રહે. તિલકવાડા) ને એક્સિડન્ટ કરી માથાના ભાગે ગંભીર ઇજા કરી તથા શરીરે ઓછી વત્તી ઇજાઓ કરી સારવાર દરમ્યાન મોત નીપજાવી ગુનો કરેલ, તિલકવાડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:22 pm IST)