Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, દીપે અરુણ પ્રભાત...

તા. ૧ જુલાઇથી રાજયવ્‍યાપી ‘વંદે ગુજરાત યાત્રા'

સરકારી યોજનાઓની માહિતી અને સહાય લોકો સુધી પહોંચાડવા શહેરો-ગામડાઓમાં રથ ફરશે

રાજકોટ તા. ૧૧ રાજય સરકાર દ્વારા તા. ૧ થી ૧પ જૂલાઇ સુધી શહેરી અને ગ્રામીણ ક્ષેત્રમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરાયેલ છે. તેની પૂર્વ તૈયારી માટે તા. ૧૩ સોમવારે બપોરે ૧ વાગ્‍યે કૃષિ વિભાગના અધિક મુખ્‍ય સચિવની અધ્‍યક્ષતામાં ગાંધીનગરમાં ઉચ્‍ચ કક્ષાની બેઠક મળનાર છે.
સરકારી સૂત્રોના જણાવ્‍યા મુજબ દેશની આઝાદીના અમૃત મહોત્‍સવ નિમિતે ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસ કામોને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ સ્‍વરૂપે રાજય સરકાર દ્વારા સમગ્ર રાજયમાં શહેર અને જીલ્લા કક્ષાએ ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા' નું આયોજન કરેલ છે. આ યાત્રામાં રાજય સરકારશ્રીનાં વિવિધ વિભાગોએ સંકલન કરીને વિવિધ યોજનાકીય  કામગીરીને રાજયની જનતા સુધી પહોંચાડવા માટે સહાય વિતરણ વિકાસ કાર્યોનું લોકાર્પણ, યોજનાઓનો પ્રચાર-પ્રસાર ફિલ્‍મ નિદર્શન, સાફલ્‍ય ગાથા વિગેરે કાર્યક્રમો હાથ ધરવાનું આયોજન છે. આ કાર્યક્રમનો સમયગાળો -૧ જૂલાઇ ર૦રર થી ૧પ જૂલાઇ ર૦રર દરમ્‍યાન નિયત થયેલ છે. અને આ કાર્યક્રમ માટે આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગને નોડલ વિભાગ તરીકે નિયુકત કરેલ છે.
‘વંદે ગુજરાત વિકાસ યાત્રા' અંતર્ગત રથ જયારે શહેર-ગ્રામ્‍ય કક્ષાએ આવે ત્‍યારે વિવિધ પ્રવૃતિ વિવિધ સહાય વિતરણ, વિકાસ કાર્યોનું લોકાર્પણ યોજનાઓનો પ્રચાર- પ્રસાર, ફિલ્‍મ નિદર્શન, સાફલ્‍યગાથા વિગેરે કાર્યક્રમ થશે. વધુમાં તે માટે દરેક વિભાગે પોતાના નોડલ અધિકારીની નિમણુંક કરવાની રહેશે.

 

(1:06 pm IST)