Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

૯૬ હથિયાર ધારકોના હથિયારો કબ્‍જે કરાવતા જામનગર એસપી પ્રેમસુખ ડેલુઃ ભારે ખળભળાટ

હથિયાર લાઇસન્‍સ પૂર્ણ થવા છતાં હથિયારો પોતાના કબજામાં રાખેલ : માત્રજામનગર જ નહિ, રાજકોટ જિલ્લો મોરબી જિલ્લો, સુરેન્‍દ્રનગર જિલ્‍લો, દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં આવી કાર્યવાહી કરવા આદેશ આપ્‍યા છેઃ રેન્‍જ વડા સંદીપસિંહ સાથે ‘અકિલા'ની વાતચીત

રાજકોટતા ૧૧ : હથિયાર પરવાના પૂર્ણ થવા છતાં, હથિયારો પોતાના કબ્‍જામાં રાખવાની ચોંકાવનારી હકીકત આધારે રાજકોટ રેન્‍જ હેઠળના જિલ્લાઓ જેવા કે જામનગર જિલ્લો, દેવભૂમિ દ્વારકા, સુરેન્‍દ્રનગર અને મોરબી તથા ર ાજકોટ જિલ્‍લામાં આવી કાર્યવાહી કરવા માટે રાજકોટ રેન્‍જ વડા દ્વારા અપાયેલ સૂચના મુજબ જામનગરના યુવા અને કાયદો વ્‍યવસ્‍થા કોઇ પણ ભોગે જળવાવી જોઇએ મતના બુલ ડોઝર તરીકે જાણીતા એસપી પ્રેમસુખ ડેલું દ્વારા એસ.ઓ.જી.ઇન્‍ચાર્જ મારફત સ્‍પેશ્‍યલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.

એસ.ઓ.જી.ઇન્‍ચાર્જ પીઆઇ આર.વી.વીંછીના નેતૃત્‍વ હેઠળ હાથ ધરાયેલ હથિયાર પરવાના ચકાસણી અભિયાન અંતર્ગત પ્રાથમિક રીતે જ કુલ ૯૬ જેટલા હથિયાર પરવાના પૂર્ણ થવા છતાં પોતાના કબજામાં હથિયારો  રાખ્‍યાનું ખુલતા એસપી પ્રેમસુખ ડેલુંને રિપોર્ટ કરતા તાકીદે હથિયારો પોલીસ મથકમાં જમા કરાવવા આદેશ આપી જમા કરાવી દીધા હતા.

‘અકિલા'સાથેની વાતચીતમાં રાજકોટ રેન્‍જ વડા સંદીપ સિંહ દ્વારા જણાવવામાં આવેલ કે, હથિયાર પરવાના સમયગાળો પૂર્ણ થયા બાદ તે રીન્‍યુ કરાવ્‍યા વગર કબ્‍જો બિલકુલ ગેરકાયદે છે, અને પ્રવર્તમાન સંજોગોમાં આવી બાબત ખૂબ ગંભીરતાપૂર્વક લેવા માટે અમારા હસ્‍તકના તમામ જિલ્લાઓમાં આવી કાર્યવાહી તાકીદે કરવા પણ આદેશ  આપવા સાથે આવા પરવાના સમય પૂર્ણ થયા હોય તેવા હથિયારો હથિયાર ધારકો જમા કરાવી નહિ આપે તો કાયદેસર પગલા ભરવાની  ફરજ પડશે.  

(11:39 am IST)