Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

વીજ બોર્ડ દ્વારા વધુ એક સફળ ટેન્‍ડર : બિરલા હિન્‍દુજા - SGVN દ્વારા ૨.૩૦ના દરે વીજળી અપાશે

૫૦૦ મેગાવોટ સોલર કેપેસિટી ઉમેરાશે : બોર્ડ હાલ ૫૦૫૦ મેગાવોટ કરારીત કરશે

રાજકોટ તા. ૧૧ : ગુજરાત રાજય રિન્‍યુઅબલ એનર્જીના વિકાસને પ્રોત્‍સાહન આપી વધુ ને વધુ કેપેસિટી ઉમેરવામાં હંમેશા અગ્રેસર રહેલ છે. રિન્‍યુઅબલ એનર્જીના વિકાસને નવી ઊંચાઈ પર લઈ જવા ઊર્જા વિભાગ દ્વારા વિવિધ પગલાં ભરવામાં આવી રહેલ છે ત્‍યારે જીયુવીએનએલ દ્વારા વધુ એક ૫૦૦ મેગાવોટ માટે સફળ ટેન્‍ડરને ફાઇનલ કરેલ છે તેમાં રૂ. ૨.૩૦/૨.૩૧ પ્રતિ યૂનિટ સોલર પાવર પૂરો પાડવા આદિત્‍ય બિરલા (૩૦૦ મેગાવોટ), હિન્‍દૃજા રિન્‍યુઅબલ્‍સ (૧૨૦ મેગાવોટ) અને એસજીવીએન (૮૦ મેગાવોટ) ની બિડ જીતેલ છે.

રિવર્સ બિડિંગ ટેન્‍ડર પ્રક્રિયામાં ૫૦૦ મેગાવોટ સોલર કેપેસિટી માટે આ ત્રણે કંપનીઓ બિડ જીતેલ છે અને તેમાં આદિત્‍ય બિરલા અને હિન્‍દુજા રિન્‍યુઅબલ્‍સ રૂ. ૨.૩૦ અને એસજીવીએન ૨.૩૧ પ્રતિ યૂનિટે સોલર પાવર પૂરો પાડશે.

આ ટેન્‍ડર ઉપરાંત જીયુવીએનએલ દ્વારા હાલ સુધી ૫૦૫૦ મેગાવોટ કેપેસિટીના (૭૦૦ મેગાવોટ અને ૪૩૫૦ સોલર) પાવર ટાઈઅપ કરવામાં આવેલ છે જેનો રૂ. ૧.૯૯ થી ૨.૮૦ સુધીની રેન્‍જમાં પ્રતિ યુનિટ ભાવ નક્કી થયેલ છે.

આ અગાઉ ૧૬ માર્ચ ૨૦૨૨ ના રોજ જીયુવીએનએલ દ્વારા ૫૦૦ મેગાવોટ સોલર કેપેસિટીના ટેન્‍ડરમાં પણ રૂ. ૨.૨૯ પ્રતિ યુનિટ ભાવ આવેલ હતો.

રિન્‍યુઅબલ એનર્જી માટે આવા આકર્ષક પ્રતિ યુનિટ ભાવ હાંસલ કરવા માટે રાજય સરકારની વીજ કંપનીઓની શાખ, ઊચું રેટિંગ, સકારાત્‍મક વહીવટ અને ૬૧૦૦૦ ૫૧-નો ટ્રેક રેકોર્ડ અને સમયસર ચુકવણીની જવાબદારીઓનું સંચાલન તેમજ રાજયમાં પોલિસીની સ્‍થિરતાને મુખ્‍ય કારણો છે.

(1:24 pm IST)