Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

ભાભર તાલુકાના મોતીસરી ગામે પીવાનું પાણી ન મળતા સ્થાનિક લોકોને હાલાકી

ભાભર તાલુકાના મોતીસરી ગામમાં છેલ્લા કેટલાક સમયથી પીવાનું પાણી નહીં મળેતાં હાલાકી ભોગવી રહેલી મહિલાઓએ ગામના ચોકમાં માટલા ફોડીને આક્રોશ વ્યક્ત કર્યો હતો.

ભાભર તાલુકાના મોતીસરી ગામ છેલ્લા ધણા સમયથી  ગામમાં પીવાનું પાણી ન આવતું હોવાનું ગામલોકોએ જણાવ્યું હતું.પાણી ન આવવાના કારણે ગામના ટાંકા સહિત અવાડા કોરાધાકોર પડેલાં જોવા મળે છે ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગામ લોકો ને દુર દુર સુધી ખેતરમાં આવેલ ટયુબવેલો (બોરો)એ પાણી ભરવા જવું પડે છે. આજે ગામની મહિલાઓએ ગામના ચોકમાં માટલા ફોડી જવાબદાર તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી પીવાનું પાણી મળી રહે તેવી માંગ કરી હતી.સરહદી વિસ્તારમાં કેનાલોમા પાણી ન હોવાના કારણે અનેક લોકો સહિત પશુપાલકોને હિજરત કરવી પડે તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે સરહદી વિસ્તારના લોકો સત્વરે કેનાલોમાં પાણી છોડવાની માંગ કરી રહ્યા છ.

(6:42 pm IST)