Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

સુરતના વરાછા વિસ્તારમાં હીરાના કારખાનામાંથી 3.80લાખના હીરાની ચોરી કરનાર 6નીવરાછા પોલીસે ધરપકડ કરી

સુરત: શહેરના વરાછા શ્યામનગરમાં આવેલા હીરાના કારખાનામાંથી ત્રણ મહિના અગાઉ રૂ.3.80 લાખના હીરાની ચોરી કરનાર રત્નકલાકાર સહિત છ ની વરાછા પોલીસે ધરપકડ કરી તેમની પાસેથી રૂ.1.49 લાખની મત્તાના હીરા કબજે કર્યા હતા. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના મહુવાના સમઢીયાળાના વતની અને સુરતમાં નાના વરાછા શ્યામધામ ચોક તુલસીશ્યામ સોસાયટીમાં ઘર નં.81 માં રહેતા 25 વર્ષીય અમીરશ બાબુભાઇ લાઠીયાના વરાછા શ્યામનગર સ્થિત સવાણી એન્ટરપ્રાઇઝ નામના હીરાના કારખાનામાંથી ગત 2 માર્ચના મળસ્કે ત્યાં કામ કરતો રત્નકલાકાર રામકુ ઉર્ફે રાજ ગભરૂભાઇ મોભ ( મૂળ રહે.સાંગણીયા, તા.મહુવા, જી.ભાવનગર ) રૂ.3.80 લાખના રફ હીરાના 75 પેકેટ ચોરી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે વરાછા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. દરમિયાન, હેડ કોન્સ્ટેબલ કુલદિપદાન નીરૂદાન, રવિરાજસિંહ તારસંગભાઇ, કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ જોરૂભાને મળેલી બાતમીના આધારે વરાછા પોલીસે ગતરોજ જગદીશનગરના નાકેથી રામકુ ઉર્ફે રાજ ગભરૂભાઇ મોભ ( ઉ.વ.22 ) ને ઝડપી પાડી તેની પાસેથી રૂ.1,48,740 ની મત્તાના હીરા કબજે કર્યા હતા. હીરા ચોરીને વતન ભાવનગર જઈ ખેતી કરવા લાગેલા રામકુની પોલીસે પુછરપરછના આધારે તેને ચોરીના હીરા વેચવા માટે વેપારીઓનો સંપર્ક કરાવનાર ભરત જેઠુરભાઇ સોલંકી ( ઉ.વ.23, રહે. ઘર નં.495, વર્ષા સોસાયટી વિભાગ-2, બરોડા પ્રીસ્ટેજ, વરાછા, સુરત ) અને તેની પાસેથી ચોરીના હીરા ખરીદનાર મેઘજીભાઇ ભુપનભાઇ નકુમ ( ઉ.વ.50, રહે.ઘર નં.46, સીતાનગર સોસાયટી, અર્ચના સ્કુલની બાજુમાં, પુણાગામ બોમ્બે માર્કેટ રોડ, પુણાગામ, સુરત ), સુખાભાઇ મંગાભાઇ પરમાર ( ઉ.વ.42, રહે.ઘર નં.35, બાપા સીતારામ રો હાઉસ, ડી માર્ટની પાછળ, અવધવાઇસ રોયની બાજુમાં, સરથાણા જકાતનાકા, સુરત. મુળ રહે. દરાડગામ,.જી. જામનગર ), રાજેશ ઉર્ફે ગોપાલ કરશનભાઇ વઘાસીયા ( ઉ.વ.36, રહે. ઘર નં. 34, ક્રિષ્ના પાર્ક સોસાયટી, ડીમાર્ટની બાજુમાં, સરથાણા જકાતનાકા, વરાછા, સુરત. મુળરહે.માઉજીવવા ગામ, તા.બગસરા, જી.અમરેલી ) અને દિનેશ વલ્લભભાઇ કણક ( ઉ.વ. 35, રહે.ઘર નં.22, ઓમકાર સોસાયટી, દિપમાલા સોસાયટીની પાસે, પુણાગામ, સુરત. મુળ રહે. નવા ખુજડીયા ગામ, જી.અમરેલી ) ની ધરપકડ કરી હતી.

(6:45 pm IST)