Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

વડોદરા નજીક ભાયલીમાં નોકરી બદલે અભ્યાસમાં ધ્યાન આપવા બાબતે માતાએ ઠપકો આપતા 18 વર્ષીય કન્યા ઘરેથી ભાગી જતા તપાસ હાથ ધરવામાં આવી

વડોદરા:કંપનીમાં કાર ભાડે મુકવાના નામે માલિકો સાથે છેતરપિંડી આચરનાર વધુ ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: કંપનીમાં કાર ભાડે મુકવાના નામે કાર માલિકો સાથે છેતરપિંડી કરવામાં આવ્યું હોવાનું વધુ એક કિસ્સો પોલીસ સમક્ષ આવ્યો છે. તાજેતરમાં ગોરવા વિસ્તારમાં એકદમ પતિએ કાર ભાડેથી લીધા બાદ કાર માલિકો સાથે છેતરપિંડી કરી હોવાનો બનાવ બન્યો હતો. ત્યારબાદ આ જ પ્રકારે વધુ એક બનાવ બનતા ત્રણ જણા ઠગાયા છે. ગોત્રીના અંબિકાનગર મહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા કલ્પેશભાઈ રાજે પોલીસને કહ્યું છે કે, મારા ભાઈના સાળા વિશાલ સિંહ ભગવાન સિંહ પવાર(શિવમ નગર,અંબિકાનગર પાસે,ગોત્રી) એલ એન્ડ ટી કંપની માં ભાડેથી કાર મુકતા હોવાથી મેં મારી ઇકો કાર તેમને ભાડે મુકવા આપી હતી. વિશાલે મને રૂ.19,700 લેખે બે મહિના ભાડું આપ્યા બાદ ભાડું બંધ કરી દીધું હતું. જેથી મેં કાર પરત માંગતા તેણે વાયદા કર્યા હતા અને હજી કાર પરત કરી નથી. વિશાલે મારી જેમ ભરતભાઈ ભરવાડ (ક્રિષ્ના નગર સનફાર્મા રોડ) અને ભુપેન્દ્ર સિંહ ગોહિલ (શેરખી ગામ, નાનો ભાગ) સાથે પણ આ જ રીતે છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું છે. ગોત્રી પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે.

 

(6:48 pm IST)