Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

વડોદરાના દિવાળીપુરા વિસ્તારમાં દારૂની મહેફિલ માણતા સાત શખ્સોને પોલીસે રંગેહાથે ઝડપી જેલ હવાલે કર્યા

વડોદરા: દિવાળીપુરા વિસ્તારની કોર્ટ સામે આવેલા કોમ્પલેક્સમાં દારૂની મહેફિલ શરૂ થાય ત્યાં જ પોલીસની એન્ટ્રી થતા સાત જણા ઝડપાઈ ગયા હતા. પોલીસે તેમની પાસે દારૂની બોટલ અને 6 મોબાઈલ કબજે કર્યા હતા. નિસર્ગ કોમ્પ્લેક્સના નવમા માળે ગઇરાત્રે દારૂની મહેફિલ ચાલતી હોવાની વિગતો મળતાં ગોત્રી પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો. પોલીસને જોતા જ યુવકો ભોંઠા પડી ગયા હતા. પોલીસે નજીકના ટેબલ પર પડેલી દારૂની બોટલ કબજે કરી હતી. તમામ યુવકોને ચેક કરતાં તેમણે નશો નહીં કર્યો હોવાનું જણાઈ આવ્યું હતું.પોલીસે નિસર્ગ ફ્લેટમાં રહેતા જીગર જયેશભાઈ શાહ, ધાર્મિક જયેશભાઈ શાળકિયા તેમજ તેમની સાથે મિતેશ જગદીશ ભાઈ ઠક્કર (આહવા ડાંગ), અભિષેક સુનિલભાઈ શર્મા (ઉદ્યોગ નગર,પાણીગેટ), કિશન દિનેશભાઈ પંચાલ (માંજલપુર ટાઉનશીપ, દરબાર ચોકડી પાસે), અનિલ રોહિતભાઈ કેસરિયા (ગ્રીન પાર્ક, પરસાણા રોડ, જામનગર) અને પૃથ્વી જીત સિંહ રાજ રાત સિંગ રાણા (ગોયા ગેટ સોસાયટી, આર વી દેસાઈ રોડ) નો સમાવેશ થાય છે.

(6:48 pm IST)