Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

રાજ્યની 50 ITIમાં જૂલાઈથી શરૂ થશે નવો ડ્રોન કોર્ષ:પાસ થયેલા ઉમેદવારને મળશે લાયસન્સ

દરેક ITI ખાતે બે ડ્રોન આપી વિદ્યાર્થીઓને ડ્રોન અંગેની તાલીમ આપવામાં આવશે

અમદાવાદ : રાજ્યની આઈટીઆઈમાં ડ્રોન કોર્ષ શરૂ કરવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા રાજ્યની 50 ITIમાં આગામી જુલાઈ મહિનાથી ડ્રોન કોર્સનો પ્રારંભ કરવામાં આવશે. જેને પગલે દરેક ITI ખાતે બે ડ્રોન આપી વિદ્યાર્થીઓને ડ્રોન અંગેની તાલીમ આપવામાં આવશે

રાજ્યની આઈટીઆઈમાં ડ્રોન કોર્ષ શરૂ કરવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા રાજ્યની 50 ITIમાં આગામી જુલાઈ મહિનાથી ડ્રોન કોર્સનો પ્રારંભ કરવામાં આવશે. જેને પગલે દરેક ITI ખાતે બે ડ્રોન આપી વિદ્યાર્થીઓને ડ્રોન અંગેની તાલીમ આપવામાં આવશે

રાજ્યની 50 જેટલી ITIમાં આ કોર્ષ શરૂ કરાશે. જેને લઈને 7 દિવસ દરમિયાન કોર્ષમાં 3 દિવસ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ કરાવવામાં આવશે અને 4 દિવસ ઉમેદવરોને થિયરીકલ જ્ઞાન આપવામાં આવશે.પ્રેક્ટિકલ નૉલેજને પગલે રાજ્યની દરેક ITI બે ડ્રોન પણ આપવામાં આવશે.આ કોર્ષમાં ખેતી, પોલીસ સર્વેલન્સ, ડિઝાસ્ટરને લગતી કામગીરી કરી શકશે. આ 7 દિવસની તાલીમ બાદ વિદ્યાર્થીઓએ લેખિત પરીક્ષા ફરજિયાત આપવી પડશે. પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારોને કેન્દ્રના DGCA દ્વારા ફ્લાઈંગ લાઇસન્સ આપવામાં આવશે. આ લાયસન્સની અવધી પાંચ વર્ષ સુધીની રહેશે અને ત્યારબાદ તેઓએ ફરીથી પરીક્ષા આપીને લાયસન્સ રિન્યૂ કરાવવું પડશે.

(10:37 pm IST)