Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

સુરત મનપામાં કોરોનનો કહેર : 14 કર્મચારીઓના કોરોનાથી મૃત્યુ : 500થી વધુ કર્મચારીઓ સંક્રમિત

નિવૃત્ત થયેલા 3 કર્મચારીઓના પણ કોરોનાથી મોત

સુરત મહાનગરપાલિકામાં 500થી વધુ કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા હોવાનું સામે આવ્યું છે. અને 14થી વધુ કર્મચારીઓના મોત થયા હોવાનું પણ સામે આવ્યું છે. 

સુરત મનપા માટે કોરોના કાળ બનીને આવ્યો છે. સુરત મનપાના 14 કર્મચારીઓના કોરોનાથી મૃત્યુ થયા છે જ્યારે 2 કર્મચારીઓના કુદરતી રીતે મૃત્યુ થયા છે. સુરત મનપાના 500થી વધુ કર્મી કોરોના પોઝિટિવ થઈ ચુક્યા છે. સુરત મનપાએ કોરોનાકાળમાં 15 કર્મચારીઓ ગુમાવ્યા છે જેમાં નિવૃત્ત થયેલા 3 કર્મચારીઓના પણ કોરોનાથી મોત થયા છે.

(10:10 am IST)