Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

રાજ્યમાં સવારે 6થી 10 વાગ્યા સુધી 4 કલાકમાં 58 તાલુકામાં વરસાદ

વંથલીમાં ઇંચ, માણાવદર અને ઉમરપાડામાં દોઢ દોઢ ઇંચ ,વિસાવદરમાં સવા ઇંચ અને ભાણવડમાં વરસાદ

ગુજરાતભરમાં પાછલા 24 કલાકમાં 158 તાલુકામાં સારો વરસાદ નોંધવામાં આવ્યો હતો.આજે મંગળવારે સવારે 6થી 10 સુધીનાં 4 કલાકમાં 58 તાલુકામાં સારો વરસાદ વરસ્યો છે ,ગુજરાતભરમાં આગામી 3 દિવસ માટે હજુ પણ ભારે વરસાદની આગાહી અપાઈ છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે  ત્યારે આજ સવારથી જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનુ જોર વધ્યું છે.

  જૂનાગઢનાં વંથલીમાં 4 કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધવામાં આવ્યો છે. માણાવદરમાં પણ 1.5 ઇંચ, જૂનાગઢ શહેરમાં 1.5 ઇંચ, વિસાવદરમાં પણ 1.5 ઇંચ, દ્વારકાનાં ભાણવડમાં 1 ઇંચ વરસાદ પડયો હોવાની વિગતો સામે આવી રહી છે.

દક્ષિણ ગુજરાતમાં સુરતનાં ઉમરપાડામાં 1.5 ઇંચ વરસાદ નોંધવામાં આવ્યો છે, જ્યારે ગુજરાતભરનાં 51 તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધવામાં આવ્યો છે.

(11:34 am IST)