Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

સ્પાઇસ જેટની ફલાઇટમાં ૩૫૨ પેસેન્જર કેનેડા જવા રવાનાઃ અમદાવાદથી ૧૦૦ અને દિલ્હીથી ૨૫૨ યાત્રીકો જોડાયા

અમદાવાદ,તા.૧૧: કેન્દ્ર સરકારની મંજૂરી બાદ સ્પાઈસ જેટે કેનેડાનું નાગરિકત્વ ધરાવતા ભારતીયોને કેનેડાના વિવિધ શહેર લઈ જવા પહેલી નોન સ્ટોપ ફ્લાઈટ વંદે ભારત મિશન હેઠળ ઓપરેટ કરી હતી. અમદાવાદ એરપોર્ટથી ૧૦૦ ગુજરાતી કેનેડિયન નાગરિક સહિત ૩૫૨ લોકોને દિલ્હીથી ટોરન્ટો મોકલવામાં આવ્યા છે.

વંદે ભારત મિશન હેઠળ અત્યાર સુધી ફકત એર ઇન્ડિયાને ફ્લાઈટ ઓપરેટ કરવાની મંજૂરી હતી. પરંતુ તાજેતરમાં કેન્દ્ર સરકારે ખાનગી એરલાઈન્સ સ્પાઈસ જેટને પણ અમેરિકા અને લંડન માટે ફ્લાઈટ ઓપરેટ કરવાની મંજૂરી આપી છે.

અમદાવાદ એરપોર્ટથી ૧૦૦ જેટલા પેસેન્જરને દિલ્હી મોકલવામાં આવ્યા હતા જયાં તેઓ અન્ય પેસેન્જરો સાથે જોડાયા હતા. દિલ્હીથી આ ફ્લાઈટ ટોરન્ટો જવા રવાના થઈ હતી. પેસેન્જરોને ટોરન્ટો પહોંચાડવા માટે એરલાઈન્સે એરબસ એ ૩૩૦-૯૦૦ નિયો એરક્રાફ્ટનો ઉપયોગ કર્યો હતો.

(3:24 pm IST)