Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

સુરત એરપોર્ટ ઉપર પણ કેરળ જેવી દુર્ઘટના સર્જાઇ શકેઃ સુરત એરપોર્ટ એકશન કમિટીએ આશંકા દર્શાવી

સુરતઃ કેરળનાં કોઝિકોડ કરીપૂર હવાઈ મથક પર એર ઇન્ડિયા એક્સપ્રેસ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. અકસ્માતમાં 18 જેટલા યાત્રીઓ સહિત પાયલોટનું પણ મોત નિપજ્યું હતું. ત્યારે સુરત એરપોર્ટ પર પણ મોટી દુર્ઘટના થઈ શકે છે, તેવી આશંકા સુરત એરપોર્ટ એક્શન કમિટી (SAAC) દ્વારા કરવામાં આવી છે.

સુરત એરપોર્ટ એક્શન કમિટી (SAAC) સતત સુરત એરપોર્ટના મુદ્દાઓ ઉઠાવતી હોય છે. સુરતને વધુમાં વધુ ફ્લાઇટ મળે ત્યાંથી લઈ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ બને ત્યાં સુધીની લાંબી લડાઈ લડવામાં આવી છે. ત્યારે કેરળના કોઝિકોડ કરીપૂર હવાઈ મથક ખાતે બનેલી ઘટના જેવી ઘટના સુરતમાં બની શકે છે તેવી શકયતા એસ...સી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. કમિટીએ માટેના સંભવિત આઠ મુદ્દાઓ પણ રજૂ કર્યા છે. પ્રધાનમંત્રી, સિવિલ એવિએશન વિભાગ, રાજ્ય સરકારની ઓથોરિટીને મુદ્દે પત્ર પણ લખવામાં આવ્યો છે.

સુરત એરપોર્ટનાં અવરોધો પર એક નજર

1). સુરત એરપોર્ટ રનવે:-

સુરત એરપોર્ટનાં રનવેની લંબાઈ 2905 મીટર છે. વર્ષ 2018માં 2905 મીટર રનવે ઉપયોગમાં લેતા પહેલાં વેસુ ( સીટી ) રનવે 22 સાઈડમાંથી 615 મીટર ડિસ્પ્લેસમેન્ટ આપવામાં આવેલ છે. એટલે કે સુરત એરપોર્ટના રનવે પર વેસુ સાઈડ રનવે 22 માંથી એર ક્રાફ્ટને લેન્ડિંગ કરવું હોઈ તો રનવેની લંબાઈ ફક્ત 2250 મીટર છે. હાલ સુરત એરપોર્ટનાં 80 ટકા લેન્ડિંગઓ વેસુ રનવે 22 સાઈડમાંથી થઇ છે.

એરબસ 320 કક્ષાનો કોઈ પણ એરક્રાફ્ટ 2250 મીટર લેન્ડિંગ આરામથી કરી શકે છે. પણ જ્યારે વાતાવરણ ખરાબ હોય, ભારી માત્રામાં વરસાદ હોય અથવા ધુમ્મસ છવાયેલું હોય એવાં સંજોગોમાં વિઝિબિલિટી બહું ઓછી થઇ જતી હોય છે. કોઝિકોડ કરીપૂર હવાઈ મથકમાં રનવેની લંબાઈ 2850 મીટર હોવા છતાં ભારે વરસાદનાં લીધે અને ઓછી વિઝિબિલિટીને કારણે એરક્રાફ્ટ ટેબલ રનવે પરથી સ્લીપ થઈને 30 ફુટ જેટલા ઉંડા ખાડામાં પડી ગયું હતું. સુરત એરપોર્ટ પર પણ પ્રકારની ઓછી વિઝિબિલિટીનાં પ્રશ્નો આગળ થયેલ છે અને સ્પાઇસ જેટના ક્યુ 400 વિમાન વર્ષ 2019માં રનવેથી આગળ રેસા સુધી ઓવરશૂટ થયેલ હતાં.

2). સુરત એરપોર્ટ પરનાં નડતરરૂપ બિલ્ડીંગો:-

સુરત એરપોર્ટ રનવે 22 વેસુ સાઈડમાં વર્ષ 2007થી 2017 સુધી બની ગયેલી ઘણી ઇમારતો હાલ નડતરરૂપ છે. વર્ષ 2017, 2018 અને 2019માં એરપોર્ટ ઑથોરિટી દ્વારા બિલ્ડરો અને રહેવાસીઓને નોટિસો પાઠવીને નડતરરૂપ ઊંચાઈ ઓછી કરવા માટેની સૂચના આપેલ છે. એરક્રાફ્ટ રૂલ્સ 1937 મુજબ 0.30 મીટરથી લઈને 14.50 મીટર સુધીની ઊંચાઈમાં નડતરો વેસુ રનવે 22 ભાગના રનવેમાં છે.

એરક્રાફ્ટ લેન્ડિંગ વખતે ઓછી વિઝિબિલિટીનાં પ્રશ્નો આવે ત્યારે નડતરરૂપ બિલ્ડીંગો ખૂબ મોટો ખતરો સાબિત થવાની સંભાવના છે. જાગૃત નાગરિકો દ્વારા વિષયમાં વારંવાર ફરિયાદો, હાઇકોર્ટમાં પિટિશન પણ કરેલ છે. ડી.જી.સી. અને એરપોર્ટ ઑથોરિટીને બાબતને લગતા પ્રશ્નો ગંભીરતાથી લેવા પડશે. અન્યથા નહીંતર સુરત એરપોર્ટ પર આવી કોઈ મોટી દુર્ઘટના ઘટી તો નવાઈ નથી.

3). સુરત એરપોર્ટને નડતરરૂપ .એન.જી.સી. પાઇપ લાઈન:-

વર્ષ 1990માં .એન.જી.સી. દ્વારા મુંબઈથી સુરત સુધી નાખવામાં આવેલ 36 ઇંચ વ્યાસની પાઇપલાઈનમાં હાઈ પ્રેશરનો શોર ગેસ પસાર થાય છે. પાઇપલાઈનની ડિઝાઇન લાઈફ 25 વર્ષની હતી, જે વર્ષ 2015 માં પૂર્ણ થયું છે. ત્યાર પછી વર્ષ સુધી કોઈ પણ ફીટનેસ વગર ચલાવવામાં આવેલ એસ.બી.એચ.ટી. પાઈપલાઈન હાલમાં ફિટનેસ સાથે ચાલે છે. સુરત એરપોર્ટ પર હવે રનવેની લંબાઈ 2905 મીટરથી વધારીને 3810 મીટર કરવા માટે રનવે 04 તરફ .એન.જી.સીની પાઇપલાઈન ઉપર બોક્ષ કલવર્ટ અથવા પાઈપ લાઈન શિફ્ટ કરવી પડે તેમ છે. પણ .એન.જી.સી અધિકારીઓ દ્વારા પાઇપ ઉપર બોક્ષ કલવર્ટ બનાવવા માટે ના પાડી દીધી છે.

.એન.જી.સી પાઇપલાઈનની 200 મીટર પહેલા રનવેનું કામ અટકાવી દેવાની પણ સૂચના આપી દેવામાં આવેલ છે. ડિઝાઇનની લાઈફ પૂર્ણ થયેલ પાઈપલાઈન ઉપર કોઈ પ્રકારનું બોક્ષ કલવર્ટ બનાવવી કોઈ રિસ્ક લેવા માટે .એન.જી.સીનાં કોઈ પણ અધિકારી તૈયાર નથી. સુરત હવાઈ મથકમાં વર્ષ 2019માં સ્પાઇસ જેટના ક્યુ 400 વિમાન જે રીતે ઓવરશૂટ થયો હતો તેમ કોઈ મોટા એરક્રાફ્ટ ઓવર શૂટ થશે તો .એન.જી.સીનાં 36 ઇંચ વાળી એસ.બી.એચ.ટી. પાઈપ લાઈન ખતરનાક સાબિત થશે.

4). સુરત એરપોર્ટ પર રનવે ૦૪ તરફ આઈ.એલ.એસ ની જરૂરિયાત:-

સુરત એરપોર્ટ પર હાલ ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડીંગ સિસ્ટમ આઈ.એલ.એસ વેસુ તરફ રનવે 22 છેડા માં લગાવવામાં આવેલ છે. પણ ઘણી વાર ડુમસ તરફથી રનવે 04 છેડા પરથી પણ એર ક્રાફ્ટ લેન્ડીંગ થતી હોવાથી સુરત એરપોર્ટ ના રનવે 04 ચેડામાં પણ ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડીંગ સિસ્ટમ ખુબ અનિવાર્ય છે. ખરાબ મોસમમાં એર ક્રાફ્ટ લેન્ડીંગ કરવા માટે ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડીંગ સિસ્ટમ ખુબજ ઉપયોગી અને પાઈલેટ માટે માર્ગર્દશી પણ બને છે. સુરત રનવેની બંને તરફથી એર ક્રાફ્ટ લેન્ડીંગ થતી હોવાથી બંને તરફ ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડીંગ સિસ્ટમ ખુબ અનિવાર્ય છે.

5). સુરત એરપોર્ટપરના આજુબાજુના ઝીંગા તળાવ :-

એર ક્રાફ્ટ સાથે બર્ડ હિટ થવાના કિસ્સામાં સુરત એરપોર્ટ ગુજરાતમાં મોખરે છે. વર્ષ ૨૦૧૯-૨૦ માં 14 બર્ડ હિટ સાથે સુરત આખા દેશમાં કેન્દ્ર બીંદુ બની ગયેલ હતા. સુરત એરપોર્ટ નજીકની સરકારી જમીન પર બનેલ ઝીંઘા તળાવોના કારણે સુરત એરપોર્ટ નજીક ઘણા પ્રકારના મોટા પક્ષીઓનું આવર જવર ચાલુ છે. પક્ષીઓને ભગાડવા માટે ઘણા બધા કાર્યો સુરત એરપોર્ટ દ્વારા હાથ ધરાવવામાં આવેલ હોવા છતા હજુ કોઈ ચોક્કસ પરિણામ મળેલ નથી. ઝીંગા તળાવો તાત્કાલિક ધોરણે એરપોર્ટ બાજુથી દૂર ના થાય તો ગમેત્યારે કોઈ મોટી દુર્ઘટના બનશે એમાં કોઈ શંકા નથી.

6). સુરત એરપોર્ટ પરના ડુમસ રનવે 04 તરફની નડતરરૂપ ઈમારતો:-

સુરત એરપોર્ટના ડુમસ તરફ એટલે કે રનવે 04 તરફમાં પણ મોટી મોટી ઈમારતો બની ગઇ છે. સુરત એરપોર્ટના માસ્ટર પ્લાન 2017 મુજબ હાલનો રનવે 3810 મીટર સુધી લંબાવાનો હતો. પણ માસ્ટર પ્લાનને ધ્યાનમાં લીધા વગર એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવેલ એન..સી. મુજબ મરીના સહિતની અન્ય ઈમારત પણ બની ગઇ છે. હવે રનવેની લંબાઈ 3810 મીટર સુધી કરવા માટે ડુમ્મસ તરફની તમામ ઈમારતો અવરોધના રૂપમાં છે. ઈમારતો દૂર કર્યા વગર હવે સુરત એરપોર્ટ રનવેની લંબાઈ 3810 મીટર સુધી કરવી શક્ય નથી.

7). સુરત એરપોર્ટ રનવેની નીચેથી પસાર થયેલ ગટ્ટર લાઈન:-

સુરત એરપોર્ટની પાછળના ભાગમાં સરકારી જમીનમાં બનેલ ઝીંગા તળાવ તરફ પાણીની અવર જવર માટે વર્ષો જુની એક નાળી બનેલ હતી. જયારે રનવેનું કામ શરુ થયુ ત્યારે રનવે નીચેની નાળીને આર.સી.સી બોક્ષ તરીકે બનાવવામાં આવેલ હતી. એરપોર્ટ સ્થિત સમગ્ર વિસ્તાર હવે સુરત મહાનગર પાલિકામાં આવતો હોવાથી નાળી બંધ કરવાની જવાબદારી એરપોર્ટ અથોરીટી દ્વારા સુરત મહાનગર પાલિકાને સોપવામાં આવેલ છે.

સુરત મહાનગર પાલિકાને આર.સી.સી. બોક્ષ રનવે નીચેથી હટાવવા માટે ખુબ ખર્ચો થાય તેમ હોવાથી એસ.એમ.સી. પણ ચુપ છે. દિન પ્રતિ દિન વધતી જતી એર ક્રાફ્ટ મુવમેન્ટ માટે જુનુ આર.સી.સી બોક્ષ રનવે નીચેથી દૂર કરવાની જરૂરિયાત છે. અધિકારીઓ હવે કામ કરવા માટે કોઈ અકસ્માતની રાહ જોઈ રહ્યા છે એવું લાગી રહ્યું છે.

8). સુરત એરપોર્ટ પર સી.આઈ.એસ.એફ. સુરક્ષાનો અભાવ:-

સુરત એરપોર્ટ દેશમાં પ્રથમ એવુ એરપોર્ટ છે કે જ્યાં ઇન્ટેરનેશનલ ફ્લાઈટો હોવા છતાં લોકલ પોલીસ દ્વારા સુરક્ષા આપવમાં આવે છે. સુરત એરપોર્ટ પર વી.વી.આઈ.પી. મુવમેન્ટ વધારે છે અને કોસ્ટલ એરપોર્ટ પણ છે. બાબતો ધ્યાને લેતા કોઈપણ આતંકી હુમલામાં સુરત એરપોર્ટને ટાર્ગેટ કરવામાં આવે તો સુરત એરપોર્ટની સુરક્ષા કરતી લોકલ પોલીસ વીક પોઈન્ટ સાબિત થવાની સંભાવના છે. ઇન્ટેરનેશનલ ફ્લાઈટોની સેવા ચાલુ હોય એવાં તમામ એરપોર્ટ પર CISF જવાનોની સુરક્ષા ખૂબ અગત્યની છે.

(4:54 pm IST)