Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

વડોદરાના ન્યુ સમા રોડ નજીક યુવતીને શ્વાનને વોક કરાવવા નીકળવું ભારે પડ્યું:અજાણ્યા શખ્સોએ પાર્ક કરેલ એક્ટિવાની ડેકીમાંથી મોબાઈલ ફોન તફડાવી લીધો

વડોદરા શહેરના ન્યુ સમા રોડ પર રહેતી યુવતી કૂતરાને વોક કરવા માટે વહેલી સવારે વિસ્તારમાં આવેલ હેડગેવર બગીચા પાસે નીકળી હતી દરમિયાન રીક્ષામાં આવેલા અજાણ્યા શખ્સોએ યુવતીની પાર્ક કરેલી એક્ટિવાની ડેકીમાંથી રૂપિયા 1 લાખની કિંમતનો આઈફોન મોબાઇલ ચોરી કર્યાની ફરિયાદ ફતેગંજ પોલીસ મથકે નોંધાવી હતી.

શહેરના ન્યુ સમા રોડ પર આવેલ અભિલાષા ચાર રસ્તા પાસે રહેતી યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે હું મારી એકટીવા લઇ કૂતરાને વોક કરવા માટે નીકળી હતી અને દરમિયાન મારી એકટીવા ઓમકારેશ્વર મંદિર આગળ પાર્ક કરી હતી અને કૂતરાને વોકિંગ કરાવી રહી હતીએકટીવા પાસે પહોંચતા ડેકી માંથી મારો આઈફોન મોબાઈલની ચોરી કરી ટોળકીઓટો રીક્ષા લઇ રવાના થઈ ગઈ હતી. ફતેગંજ પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

(6:15 pm IST)