Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

વડોદરા:જેલ ટ્રાન્સફર કરાવવા કાચા કામના આરોપીએ ભૂખ હડતાલની ચીમકી આપતા ચકચાર

વડોદરા:મધ્યસ્થ જેલના જેલર બીકે રાઠવા નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોરબંદર ખાતેની કમલાબાગ પોલીસ મથકે નોંધાયેલા બળાત્કારના ગુનામાં સજા ભોગવી રહેલ કાચા કામનો આરોપી પ્રફુલગિરી રામદત્તી ( ગોસ્વામી ) ( રહેવાસી - સાંઠિયાવાડ , પોરબંદર ) 21/07/2020 ના રોજ તેણે ખોટા કારણો દર્શાવી પોરબંદરની ખાસ જેલમાં વડોદરા મધ્યસ્થ જેલ ખાતે બદલી કરાવી હતી

અને હવે ફરી તે ભૂખ હડતાલ પર ઉતરી ને પોરબંદર ખાસ જેલ ખાતે બદલી કરવાની માંગ કરી રહ્યો છે અને જ્યાં સુધી બદલી નહીં કરાય ત્યાં સુધી ભૂખ હડતાલ પર રહેશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

(6:16 pm IST)